સાવરકુંડલા શહેર તેમજ તાલુકાના પ્રાણપ્રશ્નોને વાચા આપવા માટે સતત કાર્યરત અને પ્રતિબદ્ધ એવા યુવા ઈન્ફલુએન્સર, પ્રિયંકભાઈ પાંધીનો આજે જન્મદિવસ છે. એક ખરા પત્રકાર અને જાગૃત ઈન્ફલ્યુએન્સર તરીકે પોતાની ઓળખ ઊભી કરનાર પ્રિયંકભાઈને તેમના જન્મદિને શહેર, તાલુકા તેમજ સમગ્ર અમરેલી જિલ્લામાંથી પત્રકાર મિત્રો, રાજકીય અને સામાજિક અગ્રણીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
પોતે મિતભાષી સ્વભાવ ધરાવવાની સાથે **”ક્વિક એક્શન”**ના જીવનમંત્ર સાથે આગળ વધવામાં માને છે. કોઈપણ મુદ્દાની ઊંડાઈ સુધી પહોંચી, તલસ્પર્શી માહિતી મેળવીને સત્ય અને તથ્ય આધારિત અહેવાલો અને સમાચારો લોકો સમક્ષ મૂકવામાં તેઓ આગવી સૂઝબૂઝ ધરાવે છે. સોશિયલ મીડિયા અને ડિજિટલ ટેકનોલોજી નેટવર્ક સાથેનો તેમનો તાલમેલ અદ્ભુત છે, જેના દ્વારા તેઓ લોકપ્રશ્નોને સતત વાચા આપતા રહ્યા છે.
પર્યાવરણ પ્રત્યેના તેમના વિશિષ્ટ પ્રેમને કારણે તેઓ કુદરત અને પર્યાવરણના જતન માટે પણ ઉત્સાહપૂર્વક કામ કરી રહ્યા છે.
તમામ ક્ષેત્રના લોકો, સ્નેહીઓ અને શુભેચ્છકો તરફથી તેમના આજના જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓની નિરંતર વર્ષા થઈ રહી છે.
પ્રિયંકભાઈ પાંધીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા માટે તેમના મોબાઈલ નંબર 94288 80888 પર સંપર્ક કરી શકાય છે.

















Recent Comments