fbpx
બોલિવૂડ

૬ વર્ષ બાદ ફરી એક વાર ‘તારક મેહતા…’માં દયાબેન દેખાશે, અસિત મોદીએ આપી ખુશખબર

નાના પડદાના ફેમસ ફેમિલી ડ્રામા તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા વર્ષોથી ટીવી ઈંડસ્ટ્રી પર રાજ કરે છે. આ શો પોતાના કંટેંટની સાથે સાથે કેટલાય વિવાદોને લઈને પણ ચર્ચામાં છે. હાલના દિવસોમાં અમુક ફીમેલ કલાકારોએ શોના પ્રોડ્યૂસર અસિત મોદી વિરુદ્ધ મોર્ચો ખોલ્યો હતો. તો વળી થોડા વર્ષોમાં કેટલાય કલાકારોએ પણ શોનો સાથ છોડી દીધો છે. જેની જગ્યા નવા સ્ટાર્સે લીધી છે. પણ આજેય આ શોમાં એક પાત્રની જગ્યા કોઈ લઈ શક્યું નથી. આ પાત્ર છે દયાબેન, જેને પહેલા શોમાં દિશા વાકાણી નિભાવી રહી હતી. પણ લગભગ ૬ વર્ષ થઈ ગયા છે, દિશા વાકાણી શોમાંથી ગાયબ હતી. ત્યારે આવા સમયે વારંવાર તેની વાપસીને લઈને ચર્ચાઓ થતી રહે છે. આ દરમ્યાન શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ૧૫ વર્ષની સફળતાની સાથે પુરા કરવાના અવસર પર એક ખાસ ઘોષણા કરી હતી. આ એલાનથી શોના ફેન્સ ખૂબ જ ખુશ છે. જાે આપ પણ તારક મેહતાના ફેન્સ છો તો આ ન્યૂઝ આપને ખુશ કરી દેશે. અસિત મોદીએ કન્ફર્મ કર્યું છે કે, શોમાં દિશા વાકાણી વાપસી કરી રહી છે. આ સમાચાર દિશા વાકાણી એટલે કે દયાબેનના ફેન્સને ખુશ કરી દેશે. દિશા વાકાણી લગભગ ૬ વર્ષ પહેલા આ પોપ્યુલર શોમાંથી દૂર છે. ત્યારે આવા સમયે કેટલીય વાર અસિત મોદીને દયાબેનને લઈને વાપસીના સવાલો કર્યા છે. અસિત મોદી ખુદ કેટલીય વાર કહી ચુક્યા છે કે દિશા વાકાણી માટે શોના દરવાજા હંમેશા ખુલા છે. જ્યારે પણ તે ઈચ્છે શોમાં પાછા આવી શકશે. દિશા વાકાણી લગભગ ૬ વર્ષથી આ પોપ્યુલર શોથી દૂર છે. ત્યારે આવા સમયે અસિત મોદીને અભિનેત્રી વિશે સવાલો કર્યા છે. અસિત મોદી ખુદ કેટલીય વાર કહી ચુક્યા છે કે, દિશા વાકાણી માટે શોના દરવાજા હંમેશા ખુલેલા છે. તે જ્યારે ઈચ્છે ત્યારે શોમાં વાપસી કરી શકે છે. આવું એટલા માટે કહી શકાય કે જેઠાલાલ અને દયાબેન આ શોની જાન છે. જ્યારથી દયાબેન આ શોમાંથી ગાયબ થયા છે, ફેન્સ ખૂબ જ નિરાશ છે. એટલા માટે ફેન્સ સતત તેની વાપસીને લઈને સવાલો કરી રહ્યા છે. આ ઉપરાંત શોના રેટિંગમાં પણ ઘણા ફેરફાર થયા છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મી લગભગ ૧૫ વર્ષથી દર્શકોને એન્ટરેટન કરાવી રહ્યા છે. પણ છેલ્લા કેટલાક વર્ષોથી કેટલાય સ્ટાર્ય ટીવી શોને અલવિદા કહી ચુક્યા છે. જેમાં શૈલેષ લોઢા, ભવ્યા ગાંધી, રાજ અનાદકટ અને નેહા પણ સામેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/