રાષ્ટ્રીય

મુંબઈની ૨ પ્રખ્યાત શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે બોમ્બ સ્કવોડ ને સાથે રાખીને તપાસ કરી

સોમવારે મુંબઈના કેટલાક ભાગોમાં તણાવ ફેલાયો હતો, જ્યારે બે અગ્રણી શાળાઓને બોમ્બ ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા, જેના કારણે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. મીડિયા સૂત્રો દ્વારા માહિતી મુજબ, દેવનારમાં કનકિયા ઈન્ટરનેશનલ સ્કૂલ અને સમતા નાગામાં રાયન ઈન્ટરનેશનલ સ્કૂલને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં માત્ર સંસ્થાઓને ધમકી આપવામાં આવી ન હતી, પરંતુ મુંબઈના વિવિધ ભાગોમાં બોમ્બ વિસ્ફોટની ચેતવણી પણ આપવામાં આવી હતી.
ચેતવણી બાદ, દેવનાર અને સમતા નગરની પોલીસ ટીમો તાત્કાલિક સંબંધિત કેમ્પસમાં પહોંચી, સઘન તપાસ હાથ ધરી અને સુરક્ષા પ્રોટોકોલ વધુ કડક બનાવ્યો. જાે કે, અત્યાર સુધી, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.
બોમ્બની ધમકી સંબંધિત કાયદાની યોગ્ય કલમો હેઠળ પોલીસ દ્વારા અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ હ્લૈંઇ દાખલ કરવામાં આવી છે, અને ઈમેલના મૂળને શોધવા માટે સાયબર સેલને કામે લગાડવામાં આવ્યું છે. મુંબઈના મ્દ્ભઝ્ર વિસ્તારમાં યુએસ કોન્સ્યુલેટને આવી જ ધમકી મળ્યાના થોડા દિવસો પછી જ આ નવી ધમકી આવી છે.

Related Posts