નથી દેખાતો એ પહેલા જેવો કોઈ ઉત્સાહ શેરીમાં,
હવે તો લોકશાહી જાણે થાકી
છે ધૂપ-વેરીમાં.
જાદુ બંગાળ જેવો અહીં જો થાય તો માનું,
નહીં તો સત્ય છપાશે
કાલની ડાયરીમાં
–“પાંધી સર”
રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, પરંતુ જનતામાં અગાઉ જેવો થનગનાટ જોવા મળી રહ્યો નથી. પ્રથમ દ્રષ્ટિએ જોતા એવું લાગે છે કે આમજનતાને હવે ચૂંટણી પ્રક્રિયામાં રસ ઓછો થઈ રહ્યો છે. સાવરકુંડલા શહેરમાં પણ લોકોમાં ચૂંટણીને લઈને ખાસ કોઈ ઉમળકો દેખાતો નથી, જે એક ચિંતાનો વિષય બની શકે છે.
એક તરફ અંબાલાલ પટેલની આકરી ગરમી અને હીટવેવની આગાહી છે, જેમાં તાપમાન ૪૪ ડિગ્રી સુધી જવાની શક્યતા છે. બીજી તરફ, લોકોની નિરસતા રાજકીય પક્ષોના શ્વાસ અધ્ધર કરી રહી છે. પશ્ચિમ બંગાળમાં જે રીતે લોકો ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં મતદાન કરવા ઉમટી પડે છે, તેવો જાદુ સાવરકુંડલામાં જોવા મળશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. આવતીકાલે મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચ જે આંકડા જાહેર કરશે, તેના પરથી જ સાવરકુંડલાની જનતાનો અસલી મિજાજ સ્પષ્ટ થશે. તંત્ર દ્વારા ગરમીને પહોંચી વળવા ખાસ સુવિધાઓ તો કરવામાં આવી છે, પણ હવે જોવાનું એ રહે છે કે મતદારો ઘરની બહાર નીકળે છે કે નહીં. જો કે ગુજરાત એક પ્રયોગશાળા રહ્યુ છે એમાં પણ સાવરકુંડલાનો રજવાડી મિજાજ.. જોઈએ આવતીકાલે શું થાય છે?
–બિપીનભાઈ પાંધી હર્ષદભાઈ જોશી


















Recent Comments