અમરેલી

સાવરકુંડલાની કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવાનના પરિવારને ₹૯૪ લાખનું વળતર મંજૂર

​ન્યાયની આ દેવડી પર દીપ                          આશાનો જલ્યો,

જે હક હતો સ્વજનનો, તે                        આજે આખરે મળ્યો.

​લડ્યા જે આખરી દમ સુધી                    કાયદાના સાથમાં,

વળતર રૂપી ન્યાયનો સૂરજ              

હથેળીમાં ઢળ્યો.

–“પાંધી સર”

​સાવરકુંડલા તાલુકાના જીરા ગામના વતની ભાર્ગવભાઈ વાવડીયાનું ગત તા. ૦૬/૦૫/૨૦૨૪ ના રોજ ભોરીંગડા ગામ પાસે બોલેરો (નંબર GJ-35-T-0747) સાથે થયેલા અકસ્માતમાં કરુણ અવસાન થયું હતું. આ મામલે લીલીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ, ગુજરનારના વારસદારો અને માતા-પિતા વતી સાવરકુંડલાના યુવા એડવોકેટ એમ.એમ. બાવનકાએ વળતર મેળવવા માટે સાવરકુંડલા મોટર એકસિડેન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલમાં એમ.એ.સી.પી. નંબર ૧૭/૨૦૨૪ થી દાવો દાખલ કર્યો હતો.  

​એડવોકેટ એમ.એમ. બાવનકાએ ગુજરનાર ભાર્ગવભાઈ ઇન્કમટેક્સ ભરતા હોવાના પુરાવાઓ અને નામદાર કોર્ટના વિવિધ ચુકાદાઓ ટાંકીને અસરકારક દલીલો રજૂ કરી હતી. આ કેસની ગંભીરતા અને રજૂઆતોને ધ્યાને રાખીને, તા. ૨૧/૦૪/૨૦૨૬ ના રોજ ટ્રીબ્યુનલના જજ શ્રી સચિન એસ. શેઠી સાહેબે મહત્વનો ચુકાદો આપ્યો હતો.  

​અદાલતે ગુજરનારના વારસદારોને ₹૮૦,૧૫,૦૦૦/- ની મુખ્ય રકમ અને તેના પર ૯% વ્યાજ ચૂકવવાનો આદેશ કર્યો છે. વ્યાજ સાથે આ રકમ અંદાજે ₹૯૪,૦૦,૦૦૦/- (ચોરાણું લાખ રૂપિયા) જેવી થવા જાય છે. આ ઐતિહાસિક વળતર મંજૂર કરાવવા બદલ એડવોકેટ એમ.એમ. બાવનકા પર કાયદા જગતના મિત્રો અને સ્નેહીઓ તરફથી અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.

https://meet.google.com/call?authuser=0&hl=en&mc=KAIwAZoBFDoScGludG9fd21zaHdrZXdqdG9nogE7GgIQADICUAA6AhABSgQIARABWgIIAGoCCAFyAggBegIIAogBAZIBAhABmgEEGAEgAKIBAhAA4gECCACyAQcYAyAAKgEwwgECIAHYAQE&origin=https%3A%2F%2Fmail.google.com&iilm=1777125011605

Related Posts