અમરેલી

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું અમરેલી એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત

અમરેલી જિલ્લામાં રૂપિયા ૭૦૭ કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે પધારેલા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું અમરેલી એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી સાથે પધારેલા નિકોલના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનું પણ ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

એરપોર્ટ ખાતે અમરેલીના ધારાસભ્ય અને રાજ્યના ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, ધારી- બગસરા -ખાંભા ના ધારાસભ્ય શ્રી જે.વી. કાકડિયા, રાજુલા જાફરાબાદના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, લાઠી બાબરાના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા, જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, રેન્જ આઈજી શ્રી આર. વી. અસારી, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, અગ્રણી શ્રી અભયસિંહ ચૌહાણ, શ્રી અતુલભાઈ કાનાણી, શ્રી રાજેશભાઈ ભુતૈયા, શ્રી ચેતન શિયાળ, શ્રી મયૂર માંજરિયા, શ્રી મેહુલ ઘોરાજીયા, શ્રી દિપક વઘાસીયા, શ્રી.પી.વી. વસાણી, શ્રી બ્રિજેશ કુરૂંદલે, શ્રી રમાબેન હીરપરા સહિતના મહાનુભાવોએ એરપોર્ટ પર મુખ્યમંત્રીશ્રી અને નિકોલના ધારાસભ્યશ્રીને સત્કાર્યા હતા.

Related Posts