કંપની સેક્રેટરીઝ પ્રોફેશનલ પ્રોગ્રામ (સિલેબસ ૨૦૧૭ અને સિલેબસ ૨૦૨૨) અને એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ (સિલેબસ ૨૦૧૭ અને સિલેબસ ૨૦૨૨) ડિસેમ્બર, ૨૦૨૪ સત્રનું પરિણામ મંગળવાર, ૨૫ ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે

કંપની સેક્રેટરીઝ પ્રોફેશનલ પ્રોગ્રામ (સિલેબસ ૨૦૧૭ અને સિલેબસ ૨૦૨૨) અને એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ (સિલેબસ ૨૦૧૭ અને સિલેબસ ૨૦૨૨) ડિસેમ્બર, ૨૦૨૪ સત્રનું પરિણામ મંગળવાર, ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ અનુક્રમે સવારે ૧૧ઃ૦૦ વાગ્યે અને બપોરે ૨ઃ૦૦ વાગ્યે જાહેર કરવામાં આવશે. પરિણામ સંસ્થાની વેબસાઇટ ુુુ.ૈષ્ઠજૈ.ીઙ્ઘે પર પોસ્ટ કરવામાં આવશે.
પરિણામ જાહેર થયા પછી તરત જ ઉમેદવારના વિષયવાર ગુણ સાથે પરિણામ વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ (સિલેબસ ૨૦૧૭ અને સિલેબસ ૨૦૨૨) પરીક્ષાના ઉમેદવારો પરિણામ જાહેર થયા પછી તરત જ સંસ્થાની વેબસાઇટઃ ુુુ.ૈષ્ઠજૈ.ીઙ્ઘે પરથી તેમના સંદર્ભ અને રેકોર્ડ માટે તેમનું ઈ-રિઝલ્ટ-કમ-માર્ક્સ સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરી શકે છે અને ભૌતિક સ્વરૂપમાં કોઈ રિઝલ્ટ-કમ-માર્ક્સ સ્ટેટમેન્ટ જારી કરવામાં આવશે નહીં. જાેકે, પ્રોફેશનલ પ્રોગ્રામ (સિલેબસ ૨૦૧૭ અને સિલેબસ ૨૦૨૨) પરીક્ષાના ઉમેદવારોને પરિણામ-કમ-માર્ક્સ સ્ટેટમેન્ટની હાર્ડ કોપી આપવામાં આવશે.
Recent Comments