અમરેલી

દામનગર પાલિકા ના ઇજનેરે કાયદા વિરુદ્ધ લીધેલા નિર્ણયો સામે ગુજરાત સરકાર ના શહેરી વિકાસ વિભાગ સુધી ફરિયાદ

દામનગર નગરપાલિકા માં કરાર આધારિત ઇજનેર દ્વારા પાલિકા અધિનિયમ ૧૯૬૩ થી નિર્દિષ્ટ નિયમો થી વાપરતી નિર્ણયો કરી આર્થિક લાભ માટે લેવાયેલ નિર્ણયો સામે જાગૃત નાગરિક દ્વારા શહેરી વિકાસ વિભાગ પ્રાદેશિક કમિશનર સહિત સબંધ કરતા નિયંત્રણ અધિકારી સુધી ફરિયાદ 

દામનગર જાહેર રસ્તાની જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ સામે દબાણદાર પોલીસ ફરિયાદ કરવાના ચીફ ઓફિસર ના દફતરી આદેશ બાદ ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૧૫૪ હેઠળ લેખિત ફોજદારી ફરિયાદ ગણતરી ના દિવસો માં કોના આદેશ થી પરત ખેંચવામાં આવી ? ચીફ ઓફિસર ના દફતરી આદેશ થી દામનગર પોલીસ માં ઇજનેરે કરેલ ફરિયાદ શું લાભ મેળવી ને ખેંચવામાં આવી ? જાહેર રસ્તા ની જમીન ઉપર દબાણદાર દ્વારા રસ્તા ની જમીન માં ૧૫ મીટર જેટલું દબાણ  રેવન્યુ રેકર્ડ ઉપર હોવા છતાં ઇજનેરે માત્ર અઢી મીટર દર્શાવી સક્ષમ અધિકારી ને ગેર માર્ગે કેમ દોર્યા ? જાહેર રસ્તા ની જમીન ઉપર ગેર કાયદેસર બાંધકામ દરમ્યાન જ ફરિયાદી એ સ્થળ વિજીટ કરી બાંધકામ અટકાવવા ની માંગ છતાં ગેરકાયદેસર બાંધકામ કેમ ન અટકાવ્યું ? એવી તો મજબૂરી હતી ? પ્રાંત અધિકારી ના આદેશ બાદ સ્થળ વિજિટ કરી પંચ રોજ કામ કરવા જતા સ્થળ ઉપર દબાણદાર નેતા એ તકરાર કરતા ફરજ રૂકાવટ ની ફરિયાદ નું નાટક કરી પોલીસ માં આપેલ ફરજ રૂકાવટ ની ફરિયાદ કેવા પ્રકાર નો લાભ મેળવી પરત ખેંચી ? વર્ષ ૨૦૧૯ થી પાલિકા ના ઇનવોર્ડ ટપાલ દફતરે નોંધાયેલ પ્રધાન મંત્રી આવાસ યોજના ની દરખાસ્તો માં છ વર્ષ સુધી અભિપ્રાય કેમ ન આપ્યો ? દામનગર પાલિકા ના ઇજનેર એટલા બધા ક્યાં કામ માં રોકાયેલા હતા ? પ્રધાન મંત્રી આવાસ યોજના ની એજન્સી અને નીતિ ઓ બદલાય ત્યાં સુધી ઇનવોર્ડ દરખાસ્તો માં આવક ના દાખલા ની મર્યાદા સમાપ્ત થતા લાભાર્થી ઓને ફરી આવક ના તાજેતર ના દાખલા જોડવા ફરજ પડાય આવક ના દાખલા તાજેતર ના જોડતા જ પ્રધાન મંત્રી આવાસ યોજના ની દરખાસ્તો ઓન લાઇન કરવા કેમ ફરજ પડાય ? ઓન લાઇન દરખાસ્ત કરવાની હોય તો પાલિકા ના ટપાલ દફતરે ઇનવોર્ડ કેમ કરાય ? અંગત લાભ માટે સરકારી હિત ને જોખમ માં મૂકવા અંગત આર્થિક લાભ માટે પાલિકા અધિનિયમ ૧૯૬૩ ની સ્થાપિત જોગવાઈ થી  અધિકાર બહાર નિર્ણયો સામે કેવા પ્રકાર ના લાભો મેળવ્યા છે આ અંગે યોગ્ય ઉચ્ચ અધિકારી મારફતે તપાસ કરી કાર્યવાહી થવા રજુઆત કરાય છે 

Related Posts