અમરેલી

બાઢડા હાઈસ્કૂલમાં સાયબર અવેરનેસ અને મિશન સ્માઈલ સેમિનાર યોજાયો.

અવેરનેસ અને ‘મિશન સ્માઈલ’ અંતર્ગત માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી. એલ. ચૌધરી સાહેબ તથા તેમની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને આજના ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષા અંગે અત્યંત ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી હતી.

​પ્રાર્થનાથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય ડૉ. મધુર પી. બગડાએ પોલીસની સેવાની સરાહના કરી સ્વાગત પ્રવચન આપ્યું હતું. સેમિનારમાં 112 જનરક્ષક ટીમના ઇન્ચાર્જ મિહિરભાઈ ચુડાસમાએ સાયબર ક્રાઇમ વિશે અને મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર રુક્શાનાબેન કુરેશીએ બાળકોને ‘ગુડ ટચ, બેડ ટચ’ વિશે વિગતવાર સમજ આપી હતી. કાર્યક્રમનું સંચાલન હેતલબેન રાવળે અને આભાર વિધિ મદદનીશ શિક્ષક ડી. એન. બોઘરાએ કરી હતી.

Related Posts