અમરેલી

માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ: સાવરકુંડલા સિવિલ હોસ્પિટલના ડૉ. પરી વાઘાણીની પ્રશંસનીય સેવા

“દર્દીના ચહેરા પરનું સ્મિત જ ડૉક્ટરની સૌથી મોટી સિદ્ધિ છે” આ ઉક્તિને સાવરકુંડલાની કે.કે. સિવિલ હોસ્પિટલના ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. પરી જીગ્નેશ વાઘાણીએ સાર્થક કરી બતાવી છે. તાજેતરમાં એક નાનકડા બાળકને માત્ર તબીબી પ્રક્રિયા તરીકે નહીં, પરંતુ અપાર પ્રેમ, હૂંફ અને ધીરજ સાથે ફિઝિયોથેરાપી સારવાર આપીને તેમણે માનવતા અને કરુણાનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે.

​બાળકોની સારવારમાં દવાની સાથે સ્નેહભર્યો સ્પર્શ અને વિશ્વાસ ખૂબ જરૂરી હોય છે. બાળકના ચહેરા પર સ્મિત જળવાઈ રહે અને તે ઝડપથી સ્વસ્થ થાય તે માટેના ડૉ. પરીના આ નિષ્ઠાભર્યા અને સમર્પિત પ્રયાસોને સ્થાનિકો દ્વારા બિરદાવવામાં આવ્યા છે. તેમની આ સરાહનીય કામગીરી બદલ તેમને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

Related Posts