દામનગર ધામેલ પાટીદાર પ્રીમિયમ લીગ – સિઝન 4 તેમજ સ્નેહમિલન સાથે બ્લડ ડોનેશન કેમ્પનું સુરત ખાતે ભવ્ય આયોજન કરાયું દામનગર ના ધામેલ ગામના પાટીદાર સમાજ દ્વારા કોસમાડા સ્થિત BRB ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે “ધામેલ પાટીદાર પ્રીમિયમ લીગ – સિઝન 4”અને સાથે ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ધામેલ ગામના શ્રેષ્ઠીશ્રીઓનો સન્માન સમારોહ પણ યોજાયો.
રમતગમત દ્વારા એકતા યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધે અને સમાજમાં એકતા મજબૂત બને તે હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ અને દર્શકો ઉપસ્થિત રહ્યા. બ્લડ ડોનેશન કેમ્પ – માનવ સેવા આ કાર્યક્રમ સાથે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં
63 યુનિટ રક્ત એકત્ર થયું સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડ બેન્કના નિષ્ણાત સ્ટાફ દ્વારા સેવા આપવામાં આવી અને અનેક દાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી માનવ સેવા કરી પ્રેરણાદાયી આયોજન આ સમગ્ર કાર્યક્રમ રમત, એકતા અને સેવા ત્રણેય મૂલ્યોનું સુંદર સંકલન બની સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ રૂપ સાબિત થયો.આયોજક કમિટીનો સુંદર આયોજન અને વડીલોના આશીર્વાદથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો.


















Recent Comments