અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીના અધ્યક્ષસ્થાને ભારતીય જનતા
પાર્ટીની બેઠક મળી હતી. આ બેઠકમાં માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી “રાષ્ટ્ર પ્રથમ”ના સંકલ્પ સાથે અવિરત ૧૨ વર્ષની
વડાપ્રધાન તરીકે દેશની જનતાની સેવા કરી રહ્યા છે તેમના દુરંદેશીને તૃત્વમાં એન.ડી.એ. સરકારની ઐતિહાસિક ઉપલબ્ધિઓના
૧૨ વર્ષ પુરા થયા છે ત્યારે કેન્દ્ર સરકારે ગરીબ, ક્ષોષિત તેમજ વંચિત વર્ગોના કલ્યાણ માટે ઉલ્લેખનીય કાર્યો કરા છે. વિવિધ
યોજનાઓના માધ્યમથી ખેડૂતોને લાભાનવીર્થ કરવા, નારી શશક્તિ કરણ, વૈશ્વિક પડકારોને અવશારોમાં પરિવર્તિત કરતા
સરકાર “ વિકસતી ભારતના” સંકલ્પને સાકાર કરવા તીવ્ર ગતિથી આગળ વધી રહી છે. ભાજપના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકારની
આ સિધ્ધિઓની ઉજવણી હેતુ આગામી સમયમાં તા. ૨ જુન થી ૨૨ જુન સુધી નીચે મુજબના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે તેના
જીલ્લા ઇન્ચાર્જ તરીકે જીલ્લા ભાજપના ઉપપ્રમુખ મેહુલ ધોરાજીયા તેમજ સહ ઇન્ચાર્જ તરીકે રવુભાઇ ખુમાણ, દિવ્યેશ વેકરીયા,
અરવિંદ ચાવડા તથા મહેશ જાવ્યાને જવાબદારી સોપવામાં આવી છે
વિવિધ કાર્યક્રમોના ઇન્ચાર્જ તરીકે (૧) પત્રકાર પરિષદ – ઇન્ચાર્જ વિપુલ ભટ્ટી, (૨) “એક પેડ માં કે નામ”વૃક્ષા
રોપણ અને જતન – ઇન્ચાર્જ કેતન ઢાંકેચા, (૩) વિશેષ જન સંપર્ક અભિયાન – ઇન્ચાર્જ મુકુંદ મહેતા, (૪) પ્રગતિ પથ યાત્રા –
ઇન્ચાર્જ ધર્મેન્દ્રગીરી ગૌસ્વામી, (૫) મોદી સરકારની ઉપલબ્ધિઓનું પ્રદર્શન – ઇન્ચાર્જ સંદીપ માંગરોળીયા, (૬) પ્રાકૃતિક ખેતી
કાર્યશાળા – ઇન્ચાર્જ મુકેશ ખોખરીયા, (૭) સ્વચ્છતા અભિયાન – ઇન્ચાર્જ ભયલુભાઈ વાળા, (૮) જન કલ્યાણ શિબિર (સેવા
સેતુ કાર્યક્રમ) – ઇન્ચાર્જ ડેની પરમાર, (૯) વિકસિત ભારત સંકલ્પ સંમેલન (પ્રબુદ્ધ નાગરિકસંમેલન) – ઇન્ચાર્જ કેતન
ધોળકિયા, (૧૦) વિશ્વ યોગ દિવસ – ઇન્ચાર્જ મનોજ મહીડાની નિમણુક કરવામાં આવેલ છે.
કેન્દ્ર સરકાના અવિરત ૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણના વધામણા ઉપરોક્ત કાર્યક્રમો દ્વારા કરવામાં
આવશે.
ભારતીય જનતા પાર્ટીની વિશેષ ઓળખ એટલે શિસ્ત, સેવા, સંગઠન અને રાષ્ટ્રપ્રેમના પાઠ ભણાવતા પ્રશિક્ષણ વર્ગોનું
આયોજન કરવામાં આવશે. આગામી તારીખ ૨૨ જુન થી ૧૦ જુલાઈ સુધીમાં મંડલ કક્ષાએ અપેક્ષિત કાર્યકરોના પ્રશિક્ષણ વર્ગ
યોજવામાં આવશે. જેના ઇન્ચાર્જ તરીકે જીલ્લા ભાજપ ઉપપ્રમુખ શરદ પંડ્યા તેમજ સહ ઇન્ચાર્જ તરીકે રાજુભાઈ ભૂતૈયા, પી.વી.
વસાણી, મનોજ મહીડા તથા રમાબેન હીરપરા નિમણુક કરવામાં આવી છે.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગમાં સાત વિષયો શિખવવામાં આવશે, જેના વક્તા તરીકે જીલ્લા ભાજપના ૪૮
સિનિયર અગ્રણીઓની જવાબદારી સોપવામાં આવી છે, તેની સૌરાષ્ટ્ર ઝોન કાર્યશાળા જુનાગઢ ખાતે યોજાશે.
આ બેઠકમાં જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીએ જીલ્લા પંચાયતના નવનિયુક પ્રમુખ ધક્ષાબેન ધર્મેશભાઈ
ચોડવડીયાનું સન્માન કરવામાં આવું હતું તેમજ અમરેલીના લોકલાડીલા, કર્મઠ, યુવા ધારાસભ્ય અને રાજ્યના ઉર્જાવાન મંત્રી
કૌશિકભાઈ વેકારીયાને જન્મ દિવસની શુભકામના પાઠવવામાં આવી હતી.
આ બેઠકમાં જીલ્લા ભાજપના હોદેદારો, વર્ગના વક્તાશ્રીઓ, મંડલના પ્રમુખ-મહામંત્રીઓ, પ્રભારીશ્રીઓ, મોર્ચાના
પ્રમુખ-મહામંત્રીઓ, નગરપાલિકા પ્રમુખશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ તેમજ કાર્યક્રમના ઇન્ચાર્જશ્રીઓ ઉપસ્થિત રહ્યા
હતા. જેમાં જીલ્લા ભાજપના મહામંત્રી રાજુભાઈ ભૂતૈયાએ સૌને આવકારી કાર્યક્રમની પ્રાથમિક માહિતી આપી હતી. ત્યારબાદ
ઇન્ચાર્જ મેહુલ ધોરાજીયાએ અવિરત ૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણની વિગતવાર માહિતી આપેલ તેમજ પંડિત
દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગની માહિતી ઇન્ચાર્જ શરદ પંડ્યાએ આપી હતી. પ્રમુખ સ્થાનેથી અતુલભાઈ કાનાણીએ
સરકારની સિધ્ધિઓને અભિનંદન પાઠવતા તમામ કાર્યક્રમો સુચારૂ રીતે થાય અને પ્રશિક્ષણ વર્ગોમાં અપેક્ષિત કાર્યકર્તાઓ
ઉપસ્થિત રહે તેવી સુચના સાથે સમગ્ર કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું, બેઠકનું સંચાલન મહામંત્રી મયુરભાઈ માંજરીયાએ
કર્હ્યું હતું તેમ જીલ્લા ભાજપના મીડિયા કન્વીનર વિપુલ ભટ્ટીએ જણાવ્યું છે


















Recent Comments