અમરેલી

શ્રી ઢુંઢસર પ્રાથમિક શાળામાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસ ની શિક્ષક દિવસ તરીકે કરવામાં આવી ઉજવણી

5 સપ્ટેમ્બર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસને સમગ્ર દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. શિક્ષકમાંથી દેશના રાષ્ટ્રપતિના સર્વોચ્ચ પદે પહોંચનાર ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનને આ દિવસે યાદ કરીને બાળકોને પ્રેરિત કરાય છે. આ દિવસ શિક્ષણ જગતનો સૌથી મહત્વનો છે. ત્યારે સિહોર તાલુકાના ઢુંઢસર ગામની શ્રી ઢુંઢસર પ્રાથમિક શાળા ખાતે શિક્ષક દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એક દિવસ માટે શાળાના વિધાર્થીઓએ આચાર્ય, શિક્ષક, સંચાલક સહિત સહકર્મી બનીને શાળાનું સંચાલન કર્યું હતું. પોતાના મનગમતા વિષયોને પસંદ કરી બાળકોએ ખૂબ તૈયારી સાથે શિક્ષકના અનુભવનો આનંદ માણ્યો હતો. આ દિવસે બાળકોએ પણ સ્માર્ટ બોર્ડ , શ્યામફલક, TLM દ્વારા પોતાના સાથી વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ કાર્ય કરી એક શિક્ષક નક દાયિત્વ નો સ્વંય અનુભવ પ્રાપ્ત કરેલ. શિક્ષક દિવસનાં અંતે શાળાનાં આચાર્ય અને શિક્ષકોએ વિધાર્થીઓને બિરદાવ્યા.

Related Posts