ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડ્ઢઇર્ડ્ઢં) અને ભારતીય નૌકાદળે (ૈંહઙ્ઘૈટ્ઠહ દ્ગટ્ઠદૃઅ) શનિવારે બંગાળની ખાડીમાં ઓડિશાના કિનારે સમુદ્ર આધારિત એન્ડો-એટમોસ્ફેરિક ઈન્ટરસેપ્ટર મિસાઈલ (જીટ્ઠ-હ્વટ્ઠજીઙ્ઘ ીહર્ઙ્ઘ-ટ્ઠંર્દ્બજॅરીિૈષ્ઠ ૈહંીષ્ઠિીॅર્ંિ દ્બૈજજૈઙ્મી)નું સફળ પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ મંત્રાલયના નિવેદન અનુસાર, પરીક્ષણનો હેતુ પ્રતિકૂળ બેલેસ્ટિક મિસાઈલના ખતરાને સમાવવા અને તેને નિષ્ક્રિય કરવાનો હતો, જેનાથી દેશને નેવલ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ (મ્સ્ડ્ઢ) ક્ષમતા ધરાવતા રાષ્ટ્રોની વિશિષ્ટ ક્લબમાં સામેલ કરવામાં આવે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ અગાઉ ડીઆરડીઓએ પ્રતિસ્પર્ધીઓ તરફથી ઉદ્ભવતા બેલિસ્ટિક મિસાઈલના જાેખમોને નિષ્ક્રિય કરવાની ક્ષમતા સાથે જમીન આધારિત મ્સ્ડ્ઢ સિસ્ટમનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સિદ્ધિ હાંસલ કરવા માટે ડ્ઢઇર્ડ્ઢં અને ભારતીય નૌકાદળને અભિનંદન પાઠવ્યા હતા. ડ્ઢઇર્ડ્ઢંના વડા સમીર વી કામતે પણ મિસાઇલની ડિઝાઇન અને વિકાસમાં સામેલ ટીમોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે રાષ્ટ્રએ અત્યંત જટિલ નેટવર્ક-કેન્દ્રિત એન્ટી-બેલિસ્ટિક મિસાઈલ સિસ્ટમ વિકસાવવામાં આર્ત્મનિભરતા હાંસલ કરી છે. નોંધનિય છે કે, ૨ નવેમ્બરના રોજ ભારતે તેની દ્વિ-સ્તરીય બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ (મ્સ્ડ્ઢ) સિસ્ટમના બીજા તબક્કા માટે ઇન્ટરસેપ્ટર મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. આ સિસ્ટમ ધીમી ગતિએ ચાલતા એરક્રાફ્ટ અને લાંબા અંતરની પરમાણુ મિસાઈલ બંનેને અટકાવવામાં સક્ષમ છે. યુનાઇટેડ સ્ટેટ્સ, રશિયા, ઇઝરાયેલ અને ચીન સહિત માત્ર થોડા જ દેશોમાં સંપૂર્ણ રીતે કાર્યરત મ્સ્ડ્ઢ સિસ્ટમ્સ છે. આ દેશોમાં પ્રારંભિક ચેતવણી અને ટ્રેકિંગ સેન્સર, વિશ્વસનીય કમાન્ડ અને કંટ્રોલ પોસ્ટ્સ અને અદ્યતન ઇન્ટરસેપ્ટર મિસાઇલોની જમીન અને દરિયાઇ બેટરીઓનું નેટવર્ક છે.
DRDO એન્ડો-એટમોસ્ફેરિક ઈન્ટરસેપ્ટર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું, વિશિષ્ટ દેશોની ક્લબમાં સામેલ

Recent Comments