ગૃહ વિભાગ ગાંધીનગર દ્વારા પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગાંધીનગર હસ્તકની પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, અમરેલી ખાતે ૧૧ માસની મુદત માટે ઉભી કરવામાં આવેલ કરાર આધારિત કાયદા અધિકારીશ્રીની ૦૧ (એક) જગ્યા માટે નિમણૂક કરવાની છે. આ અંગે લાયક ઉમેદવારો તા. ૨૭.૧૨.૨૦૨૫ (સાંજ ૦૫ વાગ્યા સુધીમાં) સુધીમાં અરજી કરી શકે છે. ઉમેદવારે અરજી પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, ચિતલ રોડ, અમરેલી, પીન કોડ. ૩૬૫૬૦૧ ખાતે આર.પી.ડી, કુરીયર અથવા રૂબરૂ કરવાની રહેશે.
અરજીમાં ઉમેદવારનું નામ, જન્મ તારીખ, રહેણાંકનું સ્થળ (કાયમી, હંગામી) શૈક્ષણિક લાયકાત, અનુભવની વિગતો દર્શાવવી તથા આ અંગેના પ્રમાણિત આધાર પુરાવા અરજી સાથે સામેલ રાખવાના રહેશે. (કવર પર પોલીસ અધિક્ષકશ્રી, અમરેલી ખાતે કરાર આધારિત કાયદા અધિકારીની જગ્યા માટે અરજી એવું દર્શાવવાનું રહેશે.)
વયમર્યાદા માટે ઉંમર ૫૦ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. કાયદાની ડીગ્રી અથવા કેન્દ્ર, રાજ્ય સરકારના કાયદા દ્વારા સ્થપાયેલ માન્ય યુનિવર્સિટી દ્વારા એચ.એસ.સી બાદ પાંચ વર્ષનો અભ્યાસક્રમ પાસ કરેલ હોવાની કાયદાની ડિગ્રી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ-૧૯૫૬ની કલમ-૩ દ્વારા સ્થપાયેલ યુનિ. દ્વારા મેળવેલ કાયદાની ડીગ્રીની શૈક્ષણિક લાયકાત રહેશે. ઉપરાંત સીસીસી પ્લસ પાસ સાથે ઉમેદવાર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાનો જાણકાર હોવો જોઈએ. હાઈકોર્ટ અથવા તેના તાબા હેઠળની કોર્ટમાં પ્રેક્ટિસ કરતા એડવોકેટ અથવા એટર્ની અથવા સરકારી વકીલ તરીકેનો ૦૫ વર્ષનો અનુભવ અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા અથવા સરકાર કે તેની હસ્તકના બોર્ડ, નિગમ, અથવા કંપની કાયદા હેઠળ સ્થપાયેલ કંપનીમાં કાયદાકીય બાબતોનો પાંચ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ. ઉમેદવાર ગુજરાતી લખી, વાંચી, બોલી શકે તે અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
આ કરાર આધારિત જગ્યા માટે માસિક રૂ. ૬૦ હજાર ફિક્સ વેતન મળવાપાત્ર છે. ઉમેદવારોએ અરજીપત્રકનો નમુનો પોલીસ અધિક્ષકશ્રી, અમરેલીની કચેરી પત્રવ્યવહાર શાખામાંથી તા. ૧૭.૧૨.૨૦૨૫ થી તા. ૨૭.૧૨.૨૦૨૫ સુધીમાં કચેરી સમય દરમિયાન (રજાના દિવસો સિવાય) મેળવી લેવાનો રહેશે. સંબંધિત ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે ત્યારે અસલ ડોક્યુમેન્ટ સાથે લાવવાના રહેશે તેમ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાતની એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.


















Recent Comments