પત્રકાર ચિંતક શ્રી ભદ્રાયુ વછરાજાની સંકલિત લેખમાળા પ્રકાશન ‘અસ્તિત્વની શાશ્વત ચેતના ઓશો’ પ્રત વ્યાસપીઠ પર શ્રી મોરારિબાપુને અર્પણ કરવામાં આવી.
જબલપુર શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા ‘માનસ પરમ વિશ્રામ’ ચાલી રહેલ છે, ત્યારે ઓશો જન્મદિવસ દરમિયાન જ ઓશો સંદર્ભે પત્રકાર ચિંતક શ્રી ભદ્રાયુ વછરાજાની સંકલિત લેખમાળા પ્રકાશન ‘અસ્તિત્વની શાશ્વત ચેતના ઓશો’ પ્રત લોકાર્પણ થયું.
આ સંકલન વ્યાસપીઠ પર શ્રી મોરારિબાપુને અર્પણ કરવામાં આવી આ ઉપક્રમ યોજાયો તે પ્રસંગે શ્રી ભદ્રાયુ વછરાજાનીએ ‘ફૂલછાબ’,’કચ્છમિત્ર’, તથા ‘જન્મભૂમિ’ સમાચાર પત્રોમાં ઓશો સંદર્ભે પ્રકાશિત લેખમાળાના ઉલ્લેખ કરી રૂઢિચુસ્ત સમાજમાં રામકથામાં પણ શ્રી મોરારિબાપુ જ ઓશો ચિંતન પ્રસ્તુત કરી શકે છે, તે પ્રત્યે અહોભાવ વ્યક્ત કરી આ પ્રકાશન વિશે વિગત આપી અને ઓશો જન્મદિવસે લોકાર્પણ સંયોગનો રાજીપો વ્યક્ત કર્યો.


















Recent Comments