રાજુલા આઈ.ટી.આઈ.માં વર્ષ-૨૦૨૬ના પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડના અંતે વાયરમેન, ફિટર, વેલ્ડર, કોપા, મિકેનિક ડીઝલ, પ્લમ્બર, સુઈંગ ટેકનોલોજી ટ્રેડમાં ખાલી રહેલી બેઠકો માટે બીજા રાઉન્ડની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બીજા રાઉન્ડ માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની, આઈ. ટી. આઈ. ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી અરજી રજીસ્ટર કરાવવી, ઓનલાઈન રજીસ્ટ્રેશન ફી ભરવાની, ઓનલાઈન ચોઈસ ફીલીંગ કરવાની, પ્રવેશ ફોર્મમાં હેલ્પ સેન્ટર ખાતેથી સુધારા વધારા કરવાની તથા પ્રથમ રાઉન્ડમાં કન્ફર્મ કરેલ ઉમેદવારને બીજા રાઉન્ડમાં ભાગ લેવા ઓનલાઈન કન્સેન્ટ આપવાની તારીખ તા. ૧૯/૦૭/૨૦૨૬ બપોરે ૩ કલાકથી તા. ૨૨/૦૭/૨૦૨૬ સાંજે ૫ કલાક સુધી રહેશે. બીજા રાઉન્ડ માટે ઓનલાઈન અરજી કરનાર દિવ્યાંગ ઉમેદવારોએ તા. ૨૦ જુલાઈ થી તા. ૨૨ જુલાઈ દરમિયાન VRC, અમદાવાદ ખાતે ટ્રેડ સ્યુટેબીલીટી પ્રમાણપત્ર મેળવવાની કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે. પ્રવેશ ઈચ્છુક તમામ ઉમેદવારોને નિયત સમયમર્યાદામાં ઓનલાઈન અરજી તેમજ અન્ય જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવા અનુરોધ આઈ.ટી.આઈ રાજુલાની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
આઈ.ટી.આઈ. રાજુલા ખાતે રોજગારલક્ષી વ્યવસાયોમાં પ્રવેશ ઈચ્છુક ઉમેદવારો માટે બીજા રાઉન્ડની મહત્વપૂર્ણ તક












Recent Comments