દારુડિયાથી ત્રાહિમામ તાલુકા મેજીસ્ટ્રેટ દરજ્જા ના અધિકારી સાથે ડીસીપ્લીન વિહોણા વર્તન સામે પોલીસ ની મદદ માંગવી પડે તે આતે કેવું સુશાસન ?જેને આરોપી પડકવા છોડવા ની હુકુમત હોય રેવન્યુ કોર્ટ તાલુકા મેજીસ્ટ્રેટ ને પોલીસ ની મદદ માંગવી પડે તો આમ જનતા નું કોણ ?અમરેલી પૂર્વ સાંસદ ઠુંમરે રાજ્ય ના ડાયરેકટર જનરલ ઓફ પોલીસ શ્રી ને જિલ્લા ની કાયદો વ્યવસ્થા ને લઈ પત્ર પાઠવ્યો અમરેલીમાં દારુડિયાથી ત્રાહિમામ બાબરા તાલુકા મેજીસ્ટ્રેટ તરફથી પોલીસને પત્ર લખી મદદ માંગી આવી બાબતોથી જિલ્લાને બચાવવા અંગે રજુઆત અમરેલી જિલ્લામાં ગાંધીનગર અને દિલ્હી એમ બે સ્તરે જોડાણ ધરાવતા લોકો મામલતદાર કચેરીમાં આવી ઇ – કે.વાય.સી. ઓપરેટરો સાથે ગેરવર્તુણક કરી ગાલી- ગલોચ કરી કેફી પીણા પી અને ઓફિસોમાં આવે છે. મામલતદાર એટલે તાલુકા મેજીસ્ટ્રેટ છે તેમણે પત્ર લખી આવી બાબતની રજુઆત કરવી પડે અને પ્રેસમીડિયા મારફત પ્રેસ પ્રસિધ્ધ થાય, જાહેરજીવનના આગેવાન તરીકે અમોને નીચુ જોણ થાય છે. એમાંય ખાસ કરીને પ્રેસમીડિયામા પ્રસિધ્ધ થયેલ પ્રેસ વાંચી છે (પ્રેસ કટીંગની નકલ સામેલ છે) પત્ર વાંચેલ નથી. તે પત્રમાં તાલુકા મેજીસ્ટ્રેટ એવો ઉલ્લેખ કરવો પડે કે, ગાંધીનગર અને દિલ્હી સાથે જોડાયેલ પ્રતિનિધિઓ તરફથી આવું કૃત્ય થાય છે દુ:ખ એટલા માટે થઈ રહ્યું છે કે હું પણ આ જિલ્લાનો સાંસદ/ધારાસભ્ય રહી ચુક્યો છું. મારી સિવાય હાલ પુર્વ સાંસદ તરીકે સહકારી આગેવાન શ્રી દિલીપભાઇ સંઘાણી તેમજ પુર્વ સાંસદ ત્રણ વખત રહી ચુક્યાં છે તેવા શ્રી નારણભાઇ કાછડીયા અને બાબરા- લાઠી ના ચાર થી પાંચ પુર્વ ધારાસભ્યો પણ હાલ જાહેરજીવનનાં આગેવાન તરીકે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે આ આક્ષેપ કોની ઉપર થયો છે? તે જાણવાનો અધિકાર અમરેલી જિલ્લાની પ્રજાનો થાય છે અને ખાસ કરીને જાહેરજીવનનાં આગેવાનનો પ્રથમ થાય છે. આ આક્ષેપ કોના ઉપર કરવામાં આવેલ છે? તેમની ઉપર કાર્યવાહી થયેલ છે કે કેમ? કાર્યવાહી ન થયેલ હોય તો પોલીસ અધિકાર ઉપર આપે શું કાર્યવાહી કરી? તે મારા સહિત જાહેરજીવનનાં આગેવાનો તેમજ અમરેલી જિલ્લાની પ્રજા જાણવા માંગે છે. દારૂ, ડ્રગ્સ અને રેતી ખનીજ ચોરી માટે અમરેલી જિલ્લો કુખ્યાત બની ચુક્યો છે. એક દુકાન ઉપર આવો ધંધો કરનારા લોકો એમના હપ્તા આપી જાય છે અને તે હપ્તાની વ્હેચણી જેતે અધિકારીઓ/પદાધિકારીઓ ને આપવામાં આવે છે તેવા પ્રેસમીડિયામાં સમાચાર પ્રસિધ્ધ થઈ ચુક્યા છે તે બાબતની અગાઉ જાણ કરેલ છે. (પત્રની નકલ સામેલ છે)હાલ જિલ્લાના નવા જિલ્લા પોલીસ વડા તરીકે નવી નિમણૂંક થયેલ છે ત્યારે જિલ્લા પોલીસ વડાને પણ સીધો જ પ્રશ્ન પુછું છું મામલતદાશ્રીએ પત્ર લખ્યો ત્યારે આપે શું તપાસ કરી? અને એ તપાસનો રીપોર્ટ આપના ઉપલા અધિકારીને મોકલેલ છે કે કેમ? અને તપાસ ન કરી હોય તો તેનાં શું કારણો છે? તેનો પણ વિગતવાર જવાબ ડાયરેકટર જનરલ ઓફ પોલીસ અને મને આપવામાં આવે તેવી પત્રથી રજુઆત કરી રહ્યો ગઈકાલે IG રહી ચુકેલા રમેશ સવાણી નવજીવન ન્યુઝ ની ડિબેટમાં ગુજરાતની પોલીસ કે ગુજરાતની સરકાર નૈતિકતા ગુમાવી ચુકી છે સામાન્ય માણસની એને કોઇ ચિંતા નથી. ગુજરાતમાં નિર્ભયા માટે જવાબદાર કોણ? છાશવારે બળાત્કાર થઈ રહ્યા છે બહેન-દિકરીઓ સલામત રહી નથી, યુવાનોને રોજગારી ન મળવાને કારણે આત્મવિલોપન કરી રહ્યા છે. ખેડુતોને પોષણક્ષમ ભાવ તેમજ ખાતર ન મળવાને કારણે ખેતી બરબાદ થઈ રહી છે અને હવે પોલીસ, પોલીસ રહી નથી વેઠીયા બની ગયા છે અને આ વેઠીયા બનવા પાછળ જવાબદાર કોઇ હોય તો IPS અને ઉચ્ચ લેવલનાં અધિકારીઓ છે. તેવું તેમના શબ્દોમાં નવજીવન ન્યુઝ ની સીધી ડિબેટમાં જણાવ્યું હતું. ગૃહમંત્રી પોતાની ફરજો ચુક્યા છે ત્યારે IPS અધિકારીની નૈતિક ફરજ બને છે કોઇપણ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો ન હોય તો ફરીયાદી ઉભા કરી અને પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાય તેવા પ્રકારની જિલ્લા પોલીસ વડાએ કાર્યવાહી કરવી જોઇએ અને જે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ લેવામાં ન આવે તેમની ઉપર કડક કાર્યવાહી કરવી જોઇએ ફરજ મોકુફી પણ કરવી જોઇએ તેવું આ રાજ્યમાં ઘણા લાંબા સમયથી ચાલતુ હતું પરંતુ હાલની સરકાર આવ્યા બાદ આવી તમામ બાબતો બંધ થયેલ છે. અમરેલી જિલ્લામાં છાશવારે દારૂ, ખનીજ ચોરી અને ડ્રગ્સની પ્રવૃતિ અનેક લોકોની યાદી બહાર આવી ચુકી છે ત્યારે છેલ્લા ૫ (પાંચ) વર્ષ દરમ્યાન આવા ફરીયાદી ઉભા કરી અને કેટલા પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ વડા તરીકે આપ અથવા સકસેનર મારફત ગુન્હા દાખલ કરવા માટે કેટલીવાર પ્રયાસો થયા તેનો પણ જવાબ ડાયરેકટર ઓફ જનરલ પોલીસ ગુજરાત અને મને આપવા પત્રથી રજુઆત છે.સાથો-સાથ રાજ્યના પોલીસ વડા તરીકે ગુજરાતની સ્થાપનાના પ્રથમ મુખ્યમંત્રી આપનાર જિલ્લો એટલે અમરેલી જિલ્લો છે. દિન-પ્રતિદિન ગુનાહીત પ્રવૃતિ અને બદીઓ વધતી જાય છે ખનીજ ચોરીના કારણે સરકારને રોયલ્ટી મળતી નથી અને તેમાં પણ કયાંક ને કયાંક પોલીસ વિભાગની સંડોવણી હોવાનું પ્રેસમીડિયા મારફત સમાચાર પ્રસિધ્ધ થતા રહે છે. તો તેની પણ ગંભીરતાપુર્વક તપાસ કરવા માટે અનેક પત્રો લખ્યા છે પરંતુ આપના તરફથી લખેલા પત્રનો એકપણ જવાબ મળ્યો નથી દુ:ખદ બાબત છે. અમારી કાર્યાલય ઉપર આવી અનેક લોકો રજુઆત કરે છે જે રજુઆતને અમો તંત્રને પત્ર મારફત જણાવીએ છીએ પરંતુ આવા પત્રોને ડસ્ટબીનમાં નખાતા હોય તેવું લાગી રહ્યું છે દુ:ખદ બાબત છે. આ બાબતે ગંભીરતા દાખવી બાબરાથી તાલુકા મેજીસ્ટ્રેટ દ્વારા લખેલ પત્ર અંગે ગંભીરતાપુર્વક તપાસ કરવામાં આવે અને કોઇ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ લેવામાં ન આવે તેવા જવાબદાર અધિકારી ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વિનંતી સાથેની માંગણી છે અને આશા રાખુ છું કે, આ મારી માંગણી ઉપર ગંભીરતાપુર્વક ધ્યાન આપી કાર્યવાહી કરશો તેવી રજુઆત છે.સાથો-સાથ અમરેલી જિલ્લામાં સ્થાનિક તાલુકામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી હેડ કોન્સ્ટેબલ તેમજ તે તાલુકામાં રહી ગુનાહીત પ્રવૃતિ કરવાનું કામ કરતા હોય તેમાં લાઠી તાલુકાના ૮ થી ૧૦ હેડ કોન્સ્ટેબલ એવા છે કે જે સ્થાનિક વર્ષોથી પોતાના વતનના તાલુકામાં ફરજ બજાવે છે અને અનેક નાની-મોટી ગુનાહીત પ્રવૃતિ સાથે જોડાયેલ હોય તેવું બિનસત્તાવાર લોકો મારી સમક્ષ રજુઆત કરે છે પરંતુ પોલીસના ડરના કારણે જાહેરમાં આવી શકતા નથી. ગાંધી અને સરદારનું શાંતિ પ્રિય ગુજરાત રાજયમાં લોકોની સલામતી જાળવવા માટે આપ ગંભીરતા દાખવશો તેવી આ પત્રથી રજુઆત કરી રહ્યો છું સાથો સાથ પત્રનો જવાબ પાઠવસો તેવી પણ આશા રાખી રહ્યો છુ તેમજ સબંધ કરતા મુખ્ય સચિવશ્રી, સરદાર ભવન, સચિવાલય, ગાંધીનગર શ્રી શક્તિસિંહજી ગોહિલ, માન.પ્રમુખશ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વ – સાંસદશ્રી રાજ્યસભા, અમદાવાદ શ્રી અમિતભાઇ ચાવડા, માન.વિરોધપક્ષના નેતાશ્રી, ગુજરાત વિધાનસભા ગાંધીનગર શ્રી ગૌતમ પરમાર, રેન્જ આઇ.જી.શ્રી ભાવનગર સહિત ના પત્ર પાઠવી રજુઆત કરી હતી
ડાયરેકટર જનરલ ઓફ પોલીસશ્રી ને પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમર નો કાયદો વ્યવસ્થા ને લઈ પત્ર પાઠવ્યો. દારુડિયાથી ત્રાહિમામ તાલુકા મેજીસ્ટ્રેટ દરજ્જા અધિકારી એ ડીસીપ્લીન વિહોણા વર્તન સામે પોલીસ ની મદદ માંગવી પડે તે આતે કેવું સુશાસન ?


















Recent Comments