શ્રી સદ્ગુરુ શ્રી કબીર સાહેબ સેવા ટ્રસ્ટ (સાવરકુંડલા ) અને લાયન્સ ક્લબ ઓફ અમરેલી સિટી સંચાલિત સુદર્શન નેત્રાલય હોસ્પિટલ (અમરેલી) ના સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૪/૦૯/૨૦૨૬, ગુરુવારના રોજ વિનામૂલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
કેમ્પનું ઉદ્ઘાટન કબીર ટેકરીના મહંત શ્રી નારણદાસ સાહેબ, લાયન્સ ક્લબ સિટીના પ્રમુખ શ્રી નરોત્તમભાઈ સાકરિયા, શ્રી વિનુભાઈ અદ્રોજા તથા શ્રી દિનેશભાઈના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં કુલ ૧૧૩ દર્દીઓએ ઓ.પી.ડી. સેવાનો લાભ લીધો હતો, જેમાંથી મોતિયાના દર્દીઓ માટે ૩૧ દર્દીઓની ઓપરેશન માટે પસંદગી કરવામાં આવી હતી. આ તમામ ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવશે.
કાર્યક્રમમાં શ્રી બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી વિશાલ વ્યાસ, માધવ વ્યાસ, હિતેશભાઈ મકવાણા, જગદીશભાઈ જેઠવા, જિતેનભાઇ હેલૈયા, સુદર્શન નેત્રાલયના કર્મચારીઓ અતુલભાઈ દવે, નિલેષભાઈ ભીલ, હિંમતભાઈ કાછડીયા તેમજ કબીર ટેકરીના સ્વયંસેવકોએ ઉપસ્થિત રહી સેવાઓ આપી હતી.
ઉલ્લેખનીય છે કે આ સેવાકીય કેમ્પ છેલ્લા ૧૮ વર્ષથી દર મહિનાના ચોથા ગુરુવારે સતત યોજવામાં આવે છે.














Recent Comments