શ્રી કે. કે. હાઈસ્કૂલ, સાવરકુંડલાના NSS યુનિટ દ્વારા અર્બન ફોરેસ્ટ સેન્ટર ખાતે ‘સ્વચ્છતા અભિયાન’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક જવાબદારીની ભાવના કેળવવાનો હતો.
મુલાકાત દરમિયાન NSSના સ્વયંસેવકોએ ઉત્સાહભેર શ્રમદાન કરી અર્બન ફોરેસ્ટ પરિસરમાંથી પ્લાસ્ટિક અને કચરો એકત્રિત કરી સાફ-સફાઈ કરી હતી. આ તકે વિદ્યાર્થીઓને વૃક્ષોનું જતન કરવા અને જાહેર સ્થળો સ્વચ્છ રાખવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
શાળાના આચાર્યશ્રી ચેતનકુમાર ગુજરીયાના માર્ગદર્શન હેઠળ અને અર્બન ફોરેસ્ટ સેન્ટરના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમનું સફળ સંચાલન NSS પ્રોગ્રામ ઓફિસર શ્રી વિપુલભાઈ દવેએ કર્યું હતું. વિદ્યાર્થીઓએ “સ્વચ્છતા એ જ સેવા”ના સૂત્ર સાથે સેવા અને સમર્પણની ભાવના સાર્થક કરી હતી.














Recent Comments