જીવદયા અને ગૌભક્તિ માટે જાણીતા અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે પવિત્ર ‘પાણીઢોળ’ ના પ્રસંગે સેવાની સરવાણી વહી છે. થોરડી ગૌશાળા ટ્રસ્ટ ખાતે એક પરિવાર દ્વારા ગૌમાતાના નિભાવ અર્થે આર્થિક સહયોગ આપીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે.
રૂપાવટીના ગજેરા પરિવારનું પ્રેરણાદાયી કાર્ય
મૂળ રૂપાવટી ગામના વતની સ્વ. ચંપાબેન નાનજીભાઈ ગજેરા ના અવસાન બાદ તેમના પુણ્ય સ્મરણાર્થે પરિવાર દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત પાણીઢોળ નિમિત્તે તેમના સુપુત્રી હ. વસનબેન નિતેશભાઈ માલાણી (ગામ: આંબરડી) દ્વારા ગૌમાતાની સેવા માટે ₹ ૫,૧૦૦ (અંકે પાંચ હજાર એક સો પુરા) નું અનુદાન થોરડી ગૌશાળાને અર્પણ કરવામાં આવ્યું છે.
સમાજ માટે ઉત્તમ ઉદાહરણ
માતૃશ્રીના આત્માની શાંતિ માટે અને તેમના વારસાને જીવંત રાખવા માટે દિકરી દ્વારા કરવામાં આવેલું આ પુણ્યદાન આજના સમયમાં સમાજ માટે એક દિશાચિહ્ન રૂપ ઉદાહરણ પૂરું પાડે છે.
ટ્રસ્ટનો આભાર
થોરડી ગૌશાળા ટ્રસ્ટ (રજી. નં. F/2532/Surat) દ્વારા આ ઉમદા સહયોગ બદલ દાતા પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. ગૌશાળાના સંચાલકોએ જણાવ્યું કે, આ રકમનો ઉપયોગ ગૌશાળામાં આશ્રિત ગૌવંશના ઘાસચારા અને સુવિધા માટે કરવામાં આવશે.












Recent Comments