અમરેલી

અમરેલી નગરપાલિકાના ઉમેદવારો સાથે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કર્યો સંવાદ

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અંતર્ગત ગુજરાત પ્રદેશ ભાજપનાં પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સૌરાષ્ટ્રનાં પ્રવાસે હોય, આજ રોજ
અમરેલી ખાતે અમરેલી નગરપાલિકાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવારો સાથે સીધો સંવાદ કર્યો હતો. અપેક્ષિત કાર્યકરોની આ
બેઠકને મંચસ્થ મહાનુભાવોએ દીપ પ્રાગટય કરી શુભ શરૂઆત કરેલ. શ્રી વિશ્વકર્માએ કાર્યકરોને માર્ગદર્શન આપતાં પાંચ વાતો પર ધ્યાન
કેન્દ્રિત કરી આગામી ૨૬ એપ્રિલ સુધી પોતાની દિનચર્યા કેવી રાખવી તેનું અમૂલ્ય ભાથું પીરસ્યુ હતું. તેઓએ ઉદાહરણ સાથે એક મતનું મૂલ્ય
સમજાવી મતદાન બાબતે કાળજી રાખવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીએ સૌને આવકારતાં
સ્વાગત પ્રવચન કર્યું હતું તેમજ અમરેલીનાં લોકલાડીલા યુવા ધારાસભ્ય અને ગુજરાત સરકારનાં રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ
ઉમેદવારોનો જુસ્સો વધારતાં આપણી જીત નિશ્ચિત છે પણ લીડ સાથે વધુમાં વધુ બેઠકો જીતવી છે તેમ જણાવતાં રાજ્ય સરકારે અમરેલીને
લોકસુખાકારી માટે આપેલ કરોડો રૂપિયાના કામોની યાદી કરતાં આ વિકાસ યાત્રાને વણ થંભી રાખવાની છે તેમ જણાવ્યું હતું.
આ બેઠકમાં બિનહરીફ થયેલાં ધારી નગરપાલિકાના વોર્ડ નં. ૩ના ૪ ઉમેદવારો મનસુખભાઈ ભુવા, જયદેવભાઈ બસિયા, ગીતાબેન
સૂરેશભાઈ ગમારા અને રૂપાબેન શશીભાઈ ચાવડા તેમજ આજ રોજ અમરેલી નગરપાલિકાના ઉમેદવારો વોર્ડ નં.૨ મીનાબેન રવિરાજભાઈ
શેખવા, વોર્ડ નં. ૮ માં વૈશાલીબેન સંદીપભાઈ માંગરોળિયા તથા પૂનમબેન કૌશલભાઈ સાવલિયા બિનહરીફ જાહેર થતાં પ્રદેશ અધ્યક્ષે તેમને
કેસરિયો ખેસ પહેરાવી વિશેષ સન્માન કર્યુ હતું. આ ઉપરાંત દામનગર નગરપાલિકામાં ૩ બેઠકો, બાબરા તાલુકા પંચાયતની એક અને
જાફરાબાદ, રાજુલા તાલકા પંચાયતની ત્રણ બેઠક બિનહરીફ થઈ હતી.
આ કાર્યક્રમમાં અમરેલી લોકસભાનાં સાંસદ ભરતભાઈ સુતરિયા, સંગઠન પ્રભારી અભયસિંહ ચૌહાણ, લાઠીનાં ધારાસભ્ય
જનકભાઈ તળાવિયા, ધારીનાં પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા, જીલ્લા ભાજપના મહામંત્રીઓ મયુરભાઈ માંજરિયા, રાજુભાઈ ભુતૈયા,
ચેતનભાઈ શિયાળ, ઉપપ્રમુખો મેહુલભાઈ ધોરાજીયા, ધર્મેન્દ્રગીરી ગૌસ્વામી, દિપકભાઈ વઘાસિયા, મંત્રી પિન્ટુભાઈ કુરૂંદલે, ક્રિષ્નાબેન
મકવાણા, મીડિયા ઈન્ચાર્જ વિપુલ ભટ્ટી, સોશિયલ મીડિયા ઈન્ચાર્જ દિવ્યેશભાઈ વેકરિયા, મહિલા મોરચાના પ્રમુખ અલકાબેન ગોંડલિયા,
શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ ચોટલિયા, રાકેશભાઈ સાવલિયા, યોગેશભાઈ ગણાત્રા, રેખાબેન માવદિયા, વીરજીભાઈ બોરીચા સહિત
અમરેલી નગરપાલિકાનાં ઉમેદવારો તેમજ બુથ પ્રમુખો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related Posts