ભાવનગર આર.ટી.ઓ. વિભાગ દ્વારા નાગરિકોને પરિવહન સંબંધિત સેવાઓ ઝડપી, સરળ અને
પારદર્શક રીતે ઉપલબ્ધ બને તે માટે ઓનલાઈન અને ફેસલેસ સેવાઓનો વધુમાં વધુ ઉપયોગ કરવા
અનુરોધ કરવામાં આવ્યો છે.
સરકારશ્રી દ્વારા શરૂ કરાયેલ પરિવહન પોર્ટલ પર વાહન તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત અનેક
સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવી છે.
વાહન સંબંધિત સેવાઓમાં વાહન તબદીલી, લોન રદ કરાવવી, આર.સી. બુકમાં સરનામું
બદલાવવું, ડુપ્લિકેટ આર.સી. મેળવવી સહિતની સેવાઓનો સમાવેશ થાય છે.
તે જ રીતે ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત સેવાઓમાં લાયસન્સ રિન્યુઅલ, સરનામાંમાં ફેરફાર,
લાયસન્સમાં સુધારા-વધારા તેમજ ડુપ્લિકેટ લાયસન્સ મેળવવા જેવી સેવાઓ પણ ઓનલાઈન ઉપલબ્ધ
છે.
આધાર કાર્ડ અને મોબાઇલ નંબર લિંક થયેલા અરજદારો “ફેસલેસ સેવા”નો લાભ મેળવી શકે છે.
જેના દ્વારા અરજદારો ઘરે બેઠાં જ અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે અને આર.ટી.ઓ. કચેરીની રૂબરૂ મુલાકાત
લીધા વગર પારદર્શક અને ઝડપી રીતે સેવાઓ મેળવી શકે છે.
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, ભાવનગર દ્વારા નાગરિકોને વધુમાં વધુ ઓનલાઈન સેવાઓનો
ઉપયોગ કરી ડિજિટલ અને ફેસલેસ પરિવહન સેવાઓનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
ઘર બેઠાં મેળવો આર.ટી.ઓ. સેવાઓનો લાભ : ભાવનગર આર.ટી.ઓ. વિભાગની નાગરિકોને અપીલ















Recent Comments