ભાવનગર

ભાવનગર મહિલા આઈ.ટી.આઈ. ખાતે વિવિધ નિ:શુલ્ક કોર્ષમાં ૩૦ જૂન ૨૦૨૬ સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે

આઈ.ટી.આઈ(મહિલા) ભાવનગર, વિદ્યાનગર ખાતે એડમીશન-૨૦૨૬ અંતર્ગત વિવિધ ફ્રી કોર્સ હેલ્થ
સેનેટરી ઇન્સ્પેક્ટર,કોપા, ડ્રેસ મેકિંગ, ફેશન ડીઝાઈન ટેક્નોલોજી, કોસ્મેટોલોજી (બ્યુટી પાર્લર) ના કોર્સમા
રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરુ છે. પ્રથમ રાઉન્ડ માટે તા.૩૦ જુન સુધી ફોર્મ ભરી શકાશે. આઇ.ટી.આઇ. ખાતે ફ્રી મા ફોર્મ
ભરી આપવામાં આવશે તો નિયત ડોક્યુમેન્ટ સાથે સંસ્થો નો સવારે ૧૦:૩૦ થી સાંજે ૪:૩૦ સુધીમાં રૂબરૂ સંપર્ક કરવા
આચાર્યશ્રી આઈ.ટી.આઈ (મહિલા) ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

Related Posts