ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા ન્યાય પ્રણાલીને વધુ વ્યાપક, સરળ અને લોકાભિમુખ બનાવવા “સમાધાન
સમારોહ–૨૦૨૬ (વિશેષ લોક અદાલત)”નું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ
રહેલા કેસોના પરસ્પર સમાધાનથી ઝડપી અને સૌહાર્દપૂર્ણ નિરાકરણ માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
આ વિશેષ અભિયાનની શરૂઆત તા. ૨૧ એપ્રિલ, ૨૦૨૬થી થઈ ચૂકી છે અને તેનો સમાપન આગામી તા.
૨૧, ૨૨ અને ૨૩ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સુપ્રીમ કોર્ટના પરિસરમાં યોજાનારી વિશેષ લોક અદાલત સાથે થશે.
કાર્યક્રમનો મુખ્ય હેતુ પક્ષકારો વચ્ચે સહમતી દ્વારા લાંબા સમયથી ચાલતા વિવાદોનો ઝડપી અંત લાવી
ન્યાય સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. આ પ્રક્રિયામાં પક્ષકારોને સુપ્રીમ કોર્ટમાં રૂબરૂ હાજર રહેવા ઉપરાંત
ઓનલાઈન પ્લેટફોર્મ (વર્ચ્યુઅલ માધ્યમ) દ્વારા જોડાઈ પોતાના કેસનું સમાધાન કરવાની સુવિધા પણ આપવામાં
આવશે.
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા
સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસ ધરાવતા પક્ષકારોને આ અભિયાનમાં જોડાવવા “પ્રિ-લોક અદાલત કન્સીલીએશન બેઠક”નું
આયોજન કરવામાં આવશે.જે પક્ષકારોના કેસ આ સમાધાન પ્રક્રિયા માટે યોગ્ય ગણાશે, તેઓને જિલ્લા કાનૂની સેવા
સત્તા મંડળ, ભાવનગર (મિડિયેશન સેન્ટર) ખાતે નિયત સમયે ઉપસ્થિત રહી પૂર્વ-સમાધાન પ્રક્રિયામાં ભાગ લેવા
આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ વિશેષ લોક અદાલતમાં ભાગ લેવા ઇચ્છુક પક્ષકારો અથવા તેમના વકીલોએ તા. ૩૧ મે, ૨૦૨૬ સુધીમાં
નિયત ગૂગલ ફોર્મ (https://forms.gle/jqxefqF4BCWzukoP6) ભરી પોતાની નોંધણી કરાવવાની રહેશે. વધુ માહિતી
અથવા તકનિકી સહાય માટે સુપ્રીમ કોર્ટના હેલ્પલાઈન નંબર ૦૧૧-૨૩૧૧૨૪૪૮ અથવા ભાવનગર જિલ્લા કાનૂની
સેવા સત્તા મંડળની કચેરીનો સંપર્ક કરી શકાશે.
ભાવનગર જિલ્લાના તમામ હિતધારકો અને અરજદારોને આ સુવર્ણ તકનો મહત્તમ લાભ લઈ વર્ષો જૂના
કાયદાકીય વિવાદોમાંથી મુક્તિ મેળવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફુલ ટાઈમ સચિવશ્રી દ્વારા અનુરોધ
કરવામાં આવ્યો છે.
ભાવનગર જિલ્લાના પક્ષકારોને સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસોના ઝડપી નિરાકરણની સુવર્ણ તક


















Recent Comments