નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કુલ અને શ્રી એ.કે. ઘેલાણી હાયર સેકન્ડરી સ્કૂલ, સાવરકુંડલા ખાતે ગુરુપૂર્ણિમા પર્વની શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી ઉષાબેન બી. તેરૈયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન થયું હતું.
કાર્યક્રમની શરૂઆત ભાવસભર ગુરુવંદના અને ગુરુપૂજનથી થઈ હતી, જેમાં વિદ્યાર્થિનીઓએ શિક્ષકોને તિલક અને પુષ્પ અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે શાળામાં પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
વિદ્યાર્થિનીઓમાં સર્જનાત્મકતા ખીલે તે માટે ‘વર્ગ સુશોભન’ અને ‘વેસ્ટમાંથી બેસ્ટ’ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમમાં બહેનોએ ગુરુમહિમા વર્ણવતા ગીતો, નૃત્યો અને વક્તવ્યો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. તમામ સ્પર્ધાઓના વિજેતાઓને શિક્ષકોના વરદહસ્તે ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા.
અંતમાં આચાર્યશ્રી ઉષાબેન તેરૈયાએ વિદ્યાર્થીઓને ગુરુના આદર્શો જીવનમાં ઉતારવા પ્રેરણા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંગીતાબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.
















Recent Comments