સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં દેશભક્તિના ઉત્સાહપૂર્ણ વાતાવરણ વચ્ચે અકલ્પનીય અને ભવ્ય ‘તિરંગા યાત્રા’ નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ યાત્રામાં હજારોની સંખ્યામાં જાગૃત નાગરિકો જોડાવતાં સમગ્ર સાવરકુંડલા રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયું હતું.
આ યાત્રામાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, શહેર ભાજપ પરિવાર, નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, DySP સહિત વહીવટી તંત્રના અધિકારીઓ, પોલીસ અને હોમગાર્ડના જવાનો, સામાજિક-રાજકીય આગેવાનો તેમ જ વિવિધ શાળાઓ-કોલેજોના શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર સહભાગી થયા હતા.
યાત્રા દરમિયાન ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ના નારાઓથી સમગ્ર માર્ગ ગુંજી ઊઠ્યો હતો. નાગરિકો અને વહીવટી તંત્રના અદ્ભુત સહયોગથી યોજાયેલી આ તિરંગા યાત્રાએ સાવરકુંડલામાં રાષ્ટ્રભક્તિની એક અનોખી અને યાદગાર મિસાલ કાયમ કરી હતી.


















Recent Comments