ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના અમરેલી વિભાગ દ્વારા એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે. અમરેલી વિભાગ હેઠળ આવતા તમામ ડેપો તથા ડેપો કંટ્રોલ પોઈન્ટ ઉપર નજીવા દરે જાહેરાતો પ્રસિધ્ધ કરવા માટે રસ ધરાવતા ઈસમો, પાર્ટીઓ, કંપનીઓ અને સંસ્થાઓ રૂબરૂ મળીને સંપર્ક કરી શકે છે.
નિગમના પ્રવર્તમાન નીતિનિયમો અનુસાર નીચે મુજબની જગ્યાઓ પર જાહેરાતો પ્રસિધ્ધ કરી શકાશે:
(૦૧) એસ.ટી. બસ પર જાહેરાત: અમરેલી વિભાગના ડેપો હેઠળ આવતી બસોની સાઈડ પેનલ ઉપર ૨૪ x ૧.૫ ફૂટ તથા બેક પેનલ ઉપર ૩ x ૨ ફૂટની સાઈઝમાં તથા (૦૨) બસ ડેપો અને કંટ્રોલ પોઈન્ટ પર જાહેરાત: જિલ્લાના તાલુકા કક્ષાએ આવેલા અમરેલી, બગસરા, ધારી, રાજુલા તેમજ સાવરકુંડલા બસ ડેપો તથા તેના હેઠળ આવતા કંટ્રોલ પોઈન્ટ્સ પર અને ગીર સોમનાથ જિલ્લાના તાલુકા કક્ષાએ આવેલા ઉના અને કોડીનાર બસ ડેપો તથા તેના હેઠળ આવતા કંટ્રોલ પોઈન્ટ્સ પર સાઈન બોર્ડ ઉપર ૧૦ x ૨૦ની ફૂટની સાઈઝમાં સાઈન બોર્ડ ઉપર નજીવા દરે નિગમના પ્રવર્તમાન નીતિ નિયમો અનુસાર જાહેરાત પ્રસિદ્ધ કરી શકાશે.
જાહેરાતો પ્રસિધ્ધ કરવા માટે રસ ધરાવતી તમામ પાર્ટીઓએ નિગમના નીતિનિયમો, જાહેરાતના દર તથા અન્ય વિસ્તૃત માહિતી મેળવવા માટે કચેરીના કામકાજના દિવસો દરમિયાન સવારે ૧૧:૦૦ કલાક થી સાંજના ૫:૦૦ કલાક સુધીમાં વિભાગીય નિયામકશ્રીની કચેરી,લાઠી રોડ, અમરેલીનો રૂબરું સંપર્ક કરવો. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તેમજ લોકલ ઓથોરિટી દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલ કોઈ પણ ચીજવસ્તુઓની જાહેરાતો પ્રસિધ્ધ કરી શકાશે નહીં જેની ખાસ નોંધ લેવા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, અમરેલી વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
















Recent Comments