અમરેલી, તા.૨૪ જુલાઈ,૨૦૨૫ (ગુરુવાર) તા.૨૫.૦૭.૨૦૨૫ને શુક્રવારના રોજ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટરો ખાતે ભારત સરકારના આરોગ્ય કાર્યક્રમ નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ નોન કોમ્યુનિકેબલ ડિસીઝ અંતર્ગત હાઇપરટેન્શન અને ડાયાબિટિસતપાસણી કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવશે.
સાયલન્ટ કિલર સમાન રોગોને નિયંત્રિત કરવા તેમજ નિવારણ માટેના પગલાઓને પ્રોત્સાહન આપવા માટે સરકાર કટિબદ્ધ છે. જે અંતર્ગત ૩૦ વર્ષ કે તેથી વધુ વયની વસતીનું એન.ડી.સી. અંતર્ગત સ્ક્રીનીંગ દર મંગળવારે અને શુક્રવારે જિલ્લાના દરેક સરકારી આરોગ્ય કેન્દ્રો પર કરવામાં આવે છે.
જિલ્લાના વધુમાં વધુ નાગરિકો હાઇપરટેન્શન અને ડાયાબિટિસ તપાસણી કેમ્પમાં જોડાઇને આરોગ્ય તપાસણી કરાવે તેમજ સારવાર મેળવે તેમ અમરેલી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.
Recent Comments