સાવરકુંડલા શહેરમાં શબદ ગ્રુપ દ્વારા શરૂ થયેલ અને નિયમિત રીતે મહિનાના બીજા અને ચોથા રવિવારે યોજાતા અમરત પિયાલા પુસ્તક વાંચન અભિયાનની અવિરત યાત્રા શરૂ છે. આગામી સોળમી શૃંખલા પ્રસંગે સાહિત્ય ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાશે. “શબદ”ગૃપ દ્વારા શરૂ અભિયાન થયેલ અને નિયમિત રીતે મહિનાના બીજા અને ચોથા રવિવારે યોજાતાં “અમરત પિયાલા’ પુસ્તક વાંચન અભિયાનની શૃંખલા-૧૫ શ્રી વાટલિયા પ્રજાપતિ બોર્ડીંગમાં પુસ્તક પ્રેમી મિત્રો અને ‘શબદ મિત્રો’ના સમન્વયથી યોજાય હતી.શબદ મિત્ર અમિતભાઇ ચાવડા અને મનસુખભાઇ વાળાની જહેમતથી આ શૃંખલા સફળ રીતે યોજાય હતી. જેમાં સાવરકુંડલાના સાહિત્ય મિત્રો શ્રી પાંધી સાહેબ, શ્રી સંજયભાઈ પંડ્યા, શ્રી વિનાયકભાઈ તેમજ જલ્પાબેન રાવળ,નિર્મલભાઈ ઠાકર,નિરવભાઈ સોલંકી વગેરેએ અમરત પિયાલાની મુલાકાત લીધી હતી, તારીખ ૨૮-૮-૨૦૨૨ મેઘાણી જ્યંતીથી શરુ થયેલ આ અભિયાનને તારીખ ૨૮-૮-૨૦૨૩ મેઘાણી જ્યંતીના રોજ એક વર્ષ પૂરું થશે.આ અંગે શબદ મિત્ર અમિતભાઇ ચાવડા દ્વારા આગામી શૃંખલા ૧૬ નિમિત્તે “સાહિત્ય ગોષ્ઠી ” કાર્યક્રમ યોજવા વિશે વાત કરી હતી.એક વર્ષ દરમિયાન જેટલા પણ પુસ્તક પ્રેમીઓએ જે પણ પુસ્તકો વાંચ્યા છે તેમને તથા સૌ સાહિત્ય પ્રેમીઓને આવતી શૃંખલામાં જોડાવા હાર્દિક નિમંત્રણ. આ કાર્યક્રમ નિયમિત યોજાતો રહેશે.











Recent Comments