અમરેલી

“જલ હૈ તો કલ હૈ સેવ વોટર” એકલેરા ગામ ના સૌથી નાની વય ના મહિલા સરપંચ કું એડવોકેટ રાજેશ્વરી રાજ્યગુરુ ને દિલ્હી ખાતે જળ વ્યવસ્થાપન શ્રેષ્ટ કામગીરી બદલ એવોર્ડ એનાયત થશે

લીલીયા તાલુકા ના આદર્શ ગામ એકલેરા ના સૌથી નાની વય ના મહિલા સરપંચ કું રાજેશ્વરીબેન રાજ્યગુરુ ની જળ વ્યવસ્થાપન કામગીરી બદલ રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદગી થતા સમગ્ર એકલેરા ગામે હરખ ની હેલી એકલેરા ગ્રામ પંચાયત દ્વારા પાણી સમિતિ દ્વારા પાણી વિતરણ પાણી સંગ્રહ નિયમિતતા ને ધ્યાને લઇ ભારત સરકાર ના જળમંત્રાલય વિભાગ શંશય વાસ્મો દ્વારા એકલેરા પાણી સમિતિ ના પાણી વ્યસ્થાપન ની સુંદર કામગીરી થી એકલેરા ના સરપંચ શ્રી એડવોકેટ કું રાજેશ્વરીબેન ચીમનલાલ રાજ્યગુરૂ ને એવોર્ડ માટે પસંદગી થતા સર્વત્ર અભિવાદન એકલેરા તેમજ વિવિધ અગ્રણી દ્વારા ચોતરફ અભિનંદન ની વર્ષા થઈ રહી છે વિદ્વાન કાયદાવિંદ એડવોકેટ કું રાજેશ્વરીબેન રાજ્યગુરુ ની દુરંદેશી જળ મંદિર અંગે નમૂના રૂપ કામગીરી ની રાષ્ટ્રીય સ્તરે નોંધનીય સેવા પ્રદાન બદલ વિશિષ્ટ એવોર્ડ માટે પસંદગી થતા અનેક ગ્રામ્ય વિસ્તારો માં સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક શેક્ષણિક સંસ્થાન દ્વારા કું રાજેશ્વરીબેન રાજ્યગુરુ નું ઠેર ઠેર સામૈયા સત્કાર અને અભિવાદન કરાયું હતું જળ ની મહત્તા ગુણવત્તા જળ વાયુ જેવા અનેક મહત્વ ના મુદ્દે અસરકારક જાગૃતિ માટે બેનમૂન કામગીરી બદલ સર્વત્ર સરાહના કરાય રહી છે આ અંગે સુંદર સંદેશ આપતા કું રાજેશ્વરીબેને જણાવ્યું હતું અમર્યાદિત જળ ઉપલબ્ધી હોય તો પણ જરૂર અને ખપ પૂરતો જળ પુરવઠો વાપરીએ જળ એ ઈશ્વર નો અનુપમ પ્રસાદ છે તેનો વ્યય કરવો ઈશ્વર નો અપરાધ છે જળ બચાવો જળ એજ જીવન છે નો હદયસ્પર્શી સંદેશ આપ્યો હતો 

Related Posts