મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા
કાર્યરત સંકલ્પ – હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વુમન યોજનાના માર્ગદર્શન હેઠળ ગારીયાધાર તાલુકાના ડમરાળા
ગામમાં બાલિકા પંચાયતની કિશોરીઓના નેતૃત્વમાં પ્રેરણાદાયી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં કિશોરીઓએ વૃક્ષારોપણ કરી હરિયાળા અને સ્વચ્છ પર્યાવરણનો સંદેશ આપ્યો હતો. સાથે જ
આરોગ્ય, પોષણ અને શિક્ષણ જેવા વિષયો પર યોજાયેલા સંવાદ દ્વારા કિશોરીઓને પોતાના અધિકારો, જવાબદારીઓ
અને સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, મહિલા અને બાળ વિકાસ વિભાગની આ પહેલ કિશોરીઓમાં નેતૃત્વ, આત્મવિશ્વાસ,
સામાજિક જવાબદારી અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતા વિકસાવવાનું અસરકારક માધ્યમ બની રહી છે. આવી
પ્રવૃત્તિઓ દ્વારા કિશોરીઓને સશક્ત બનાવી સમાજના સર્વાંગી વિકાસ માટે મજબૂત પાયો રચાઈ રહ્યો છે.
કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર બહેનો, હેલ્પર બહેનો તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરીની સંકલ્પ
ટીમ ઉપસ્થિત રહી હતી.
ગારીયાધાર તાલુકાના ડમરાળામાં બાલિકા પંચાયતની દીકરીઓએ વૃક્ષારોપણથી હરિયાળા ભાવિનો આપ્યો સંકલ્પ




















Recent Comments