ભારતીય વાયુસેના દ્વારા અગ્નિવીરવાયુ તેમજ એરમેન (મેડિકલ આસિસ્ટન્ટ ટ્રેડ)ની ભરતી માટે જાહેરાત
પ્રસિદ્ધ કરવામાં આવી છે. અગ્નિવીરવાયુ માટે અવિવાહિત પુરુષ અને મહિલા ઉમેદવારો જ્યારે એરમેન (મેડિકલ
આસિસ્ટન્ટ ટ્રેડ) માટે માત્ર પુરુષ ઉમેદવારો અરજી કરી શકશે.
અગ્નિવીરવાયુ ભરતી માટે ઉમેદવારની જન્મતારીખ ૧ જુલાઈ, ૨૦૦૬થી ૧ જાન્યુઆરી, ૨૦૧૦ વચ્ચે હોવી
જોઈએ.
એરમેન (મેડિકલ આસિસ્ટન્ટ ટ્રેડ–૧૦+૨) માટે જન્મતારીખ ૧ જુલાઈ, ૨૦૦૬થી ૧ જુલાઈ, ૨૦૧૦ વચ્ચે
હોવી જોઈએ. જ્યારે મેડિકલ આસિસ્ટન્ટ ટ્રેડ (ડિપ્લોમા/બી.એસસી. ફાર્મસી) માટે અવિવાહિત પુરુષ ઉમેદવારોની
જન્મતારીખ ૧ જુલાઈ, ૨૦૦૩થી ૧ જુલાઈ, ૨૦૦૮ અને વિવાહિત પુરુષ ઉમેદવારોની જન્મતારીખ ૧ જાન્યુઆરી,
૨૦૦૩થી ૧ જાન્યુઆરી, ૨૦૦૬ વચ્ચે હોવી જોઈએ.
આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૬ જુલાઈ, ૨૦૨૬ છે. ઓનલાઈન પરીક્ષા ૩૦
સપ્ટેમ્બર, ૨૦૨૬થી શરૂ થશે.
ઉમેદવારો ઓનલાઈન અરજી, પરીક્ષા ફી, શૈક્ષણિક લાયકાત, પરીક્ષા પદ્ધતિ, પગારધોરણ સહિતની
વિગતવાર માહિતી માટે ભારતીય વાયુસેના ભરતીની અધિકૃત વેબસાઇટ https://iafrecruitment.edcil.co.in ની
મુલાકાત લઈ શકે છે.તેમ જિલ્લા રોજગાર અધિકારી, ભાવનગરની અખબારી યાદીમાં જણાવ્યું છે.
અગ્નિવીરવાયુ અને એરમેન તરીકે ભારતીય વાયુસેનામાં જોડાવાની સુવર્ણ તક




















Recent Comments