દેશનાં ૪૪ ટકા શહેરોમાં હવા પ્રદૂષણ અત્યંત જોખમી. વાહનો, ફેકટરીઓ જવાબદાર
બર્નીહાટ, દિલ્હી અને ગાઝિયાબાદ સહિતનાં શહેરો સૌથી પ્રદૂષિત હોવાનું તારણ
અરે ઈન્દોરની પ્રદુષિત પાણી પીવાથી બનેલી અત્યંત દયનીય ઘટના કેટલા મોત! તો ગુજરાતનું પાટનગર ગાંધીનગરમાં અમુક વિસ્તારોમાં ટાઈફૉઇડ જેવા દર્દો અને એ પણ ભર શિયાળે. હજુ ગતરોજ જામનગરના એક વિસ્તારમાં પ્રદુષિત પાણીથી ત્રાસીને તંત્રને જગાડવાનો પ્રયાસ.. આ બધું તો પાશેરામાં પૂણી જેવું ગણાય.. “કોરોનાને હારો( સારો) કેવડાવીઓ” આ નરેન્દ્રભાઈ એક ” સોળ ઉઠી જાય” ને એવો ” સમ સમ તો ચાબખો” ઝીંક્યો! અને ગુજરાતી છૈયે ને! નરેન્દ્રભાઈને અમારા કહીએ છીએ એટલે ” મૂંગે મો એ સહી લીધો”!
પણ ” માંયલો”( અંતર આત્મા) જાણે પેલા ચાબખા મારનારની ” ભેર” તાણતો હોઈ ને એમ કહેતો હતો….” એની વાત ખોટી તો નથીજ”!
કોરોના તો ” ઝપટે ચડે” એમના ન ” ફેફસા ખોખલા ” કરતો !પણ હવાનું પ્રદૂષણ તો માઝા મૂકી ” લાગઠ” કામે લાગી ગયો છે ફેફસા કોતરવા! તે હારો( સારો) કેવડાવીઓ કોરોના ને કે નહીં? તમેજ કહો.
વાયુ( હવા) સાથે ” માનવ વિરુદ્ધ ,માનવે રચેલા આ પંચ મહાભૂતોના મહા ગાંઠબંધનમાં “પાણી” એ ભળ્યું લ્યો!
“માં ધરતી ” ભળવાની તૈયારી કરતી હોય તેમ ” અણસાર” સ્વરૂપ ” આંચકાઓ ” આલે જ છે ને!
રાજકોટ, ઉપલેટા,ધોરાજી,જેતપુર…
પંથકમાં તો હાલમાં જ વિરોધ પ્રદર્શન કરી ગયો ભૂકંપ!
વિકાસની શરણાઈઓને ઢબકતા ઢોલને ” અણસાર” આપી ગયો …. કે ” માપમાં રેજો”!
અને બલરાજ સહાનીનું ” વક્ત” ફિલ્મ જોઈ લેજો!
” માનવ વિરુદ્ધ ,માનવીઓએ પોતે રચેલા આ પંચ મહાભૂતોના મહા ગાંઠ બંધન ” સામે માનવીની ” હાર સુનિશ્ચિત ” છે!
કારણકે…….પ્રકૃતિ કોઈ ની ” કદમ બોસી” કરતી નથી જ! પ્રકૃતિ કોઈના ” “તળિયા ચાટતી”નથી જ!
પ્રકૃતિ તો પેલો ” ડાયોજિનસ જેવી છે!
જે વિશ્વ વિજેતા સિકંદરને કીધું તું એમ!
ગમે ઈ ” વિજય,સિદ્ધિ,ઉપલબ્ધિઓના આભાસી જગતમાં રાચતા !…મહારથીને સહજ ભાવથી કહી દે ય કે એ ભાઈ…..જરા આઘો ઊભો રે ….અને સૂરજના તડકાને ,ન રોક ( મને પંચ મહાભૂતોની મોજ માણવા દે!)
તારે તો ” બેય ખાલી હાથ કફનની બહાર રાખી !….વિદાય લેવાની છે જ! ” પછી આટલો ઉત્પાત શા માટે!!! દૂષિત હવાએ ” વિકાસની હવા કાઢી નાખી”!
દૂષિત પાણીએ ” પાણી ફેરવી દીધું” ” નલ સે જલ” ના નામે કરાયેલા કરોડોના ” આંધણ “નું !
હવે ” ઘર બેઠા ” ભૂ”–( પાણી)”
ને બદલે
” ઘર બેઠા ” ગુ— “”!
કે
” ઘર ઘર …………………..નર્ક”
” સત્તાધારીઓ લાયા આખીર યે ફર્ક”!
” ઘેર ઘેર ખાટલો”
” ફાટે રોષનો બાટલો!”
તો મિત્રો!
તૈયાર છો ને આવકારવા……દૂષિત હવાને!
તૈયાર છો ને? આવકારવા ……દૂષિત પાણીને!
તૈયાર છોને આવકારવા…….. રોગચાળાને!
તો સજી લો શણગાર!
” બલીના” બોકડા ” માફક!
આખરે ” વધેરાય ” તો નિર્દોષ,લાચાર,અસહાય,
બિચારી,બાપડી, અજ્ઞાન, અશક્ત,ભયભીત,ડરેલી,
ત્રાસેલી પરેશાન,…….પ્રજા જ છે ને!
વિરોધ પક્ષો !
ઓહ,નો!
તેઓ” મહાભારત” ના ક્યાં પાત્રો છે તે પ્રજા જાણે જ છે!
જયાં ભેળસેળની ભરમાર છે, જયા જાહેર શૌચાલયો ખૂબ ગંદા છે, જયાં અસલી માલ લેતી વખતે નકલીની આશંકા જાગે ત્યાં *પાંચ તો શું પચાસ ટ્રિલિયન ડોલર ઇકોનોમીનું* સ્વપ્ન સિદ્ધ કરીએ કે વિકસિત દેશની હરોળમાં સ્થાન પ્રાપ્ત કરીએ કે મહાસત્તા બનીએ પણ જ્યાં સુધી પ્રજાને શુદ્ધ આહાર શુદ્ધ જળની ગેરંટી ના આપી શકીએ ત્યાં સુધી આવી વાતો સ્વયંના મનોરંજનથી વિશેષ કાઈ જ નથી!!! ઉદાહરણ તરીકે
આજથી બે દાયકા પહેલા શહેરના કંદોઈની લગભગ તમામ દુકાનો પર આવું બોર્ડ જોવા મળતું, “તમામ ફરસાણ શુદ્ધ શીંગતેલમાંથી બનાવવામાં આવે છે,એકાદ દાયકા પહેલાં એવા બોર્ડ દેખાવા લાગ્યાં, “તમામ ફરસાણ શુદ્ધ કપાસિયા તેલમાંથી બનાવવામાં આવે છે.
હવે બોર્ડ હોય છે, “તમામ ફરસાણ પામોલિનમાંથી” બનાવવામાં આવે છે!
હવે કદાચ કહેવું હોય તો માત્ર એટલુજ કહી શકાય એમ છે!
……..” પૂરા કર દે….આજ વચન …જો….ગીતા મેં હૈ તુને દિયા…….
બડી દેર ભઈ……નંદ લાલા!
અથવા
“………રામ નહીં તો કર દુંગા… તુજે………સારે જગમેં….બદનામ!
*કાનૂની ચેતવણી – મહાકાય રેલીઓ,સભાઓ,મોટી સંખ્યામાં એક જ જગ્યાએ માણસો,વાહનો, એકત્ર થવાથી . કોઈ પર્યાવરણને નુકસાન થતું નથી.!!*



















Recent Comments