૯૭ – સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મતવિસ્તારમાં SIR–૨૦૨૬ અંતર્ગત BLO દ્વારા કામગીરી પૂર્ણ થયા બાદ પ્રસિદ્ધ થયેલ ડ્રાફ્ટ મતદાર યાદી પછી, અમુક રાજકીય પ્રેરિત તત્ત્વો દ્વારા સર્વે સમાજના નામ કમી કરવા અને લોકશાહી પ્રક્રિયાને નુકસાન પહોંચાડવાના ગંભીર પ્રયાસો સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના અમુક કાર્યકર્તાઓ દ્વારા ખોટા રીતે ફોર્મ નં. ૭ ભરવામાં આવ્યા હોવાની ગંભીર શંકા ઉપજી હતી.
આ સંદર્ભે એક જવાબદાર નાગરિક તરીકે નાયબ કલેકટર સાહેબ તથા ચુંટણી અધિકારી, ૯૭-સાવરકુંડલા-લીલીયા વિધાનસભા પાસે જાહેર માહિતી અધિનિયમ, ૨૦૦૫ હેઠળ માહિતી માંગવામાં આવી હતી. જેમાં રૂ. ૨૧,૫૭૬/- (એકવીસ હજાર પાંચસો છોતેર રૂપિયા) જેટલી ફી ભરપાઈ કરી પ્રાપ્ત થયેલી માહિતીના આધારે સ્પષ્ટ થયું છે કે ભારતીય જનતા પાર્ટીના અમુક BLA-કાર્યકર્તાઓ દ્વારા કોઈ આધાર પુરાવા વિના, દુર્ભાવનાપૂર્વક અને પૂર્વનિયોજિત રીતે ફોર્મ નં. ૭ નો દુરુપયોગ કરી ચોક્કસ વિચારધારા ધરાવતા મતદારોના નામ મતદાર યાદીમાંથી કાપવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ ૪૫થી વધુ ત્રાહિત વ્યક્તિઓ / BLA દ્વારા ખોટા ફોર્મ નં. ૭ દાખલ કરવામાં આવ્યા હોવાનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે.
આ મામલે આજે બપોરે ૩-૦૦ કલાકે પ્રતાપ દુધાતની આગેવાનીમાં નાયબ કલેકટરશ્રી –વ– ચુંટણી અધિકારી, સાવરકુંડલા સમક્ષ આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. આ સમયે
પ્રતાપ દુધાત (પ્રમુખ, અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ), ચંદ્રેશભાઈ રવાણી (પ્રદેશ કોંગ્રેસ અગ્રણી), નરેશભાઈ દેવાણી (પ્રમુખ, સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ સમિતિ),કનુભાઈ ડોડીયા (પૂર્વ પ્રમુખ, સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિ), મહેશભાઈ જયાણી, દાનુભાઈ ખુમાણ, હસુભાઈ બગડા (પૂર્વ ચેરમેન, અનુ. જાતિ વિભાગ),હિતેશભાઈ સરૈયા (પૂર્વ નગરસેવક), અશ્વિનભાઈ ધામેલીયા, દુલાભાઈ ઉકાણી, નાસીભાઈ ચૌહાણ (નગરસેવક), સાહીલભાઈ શેખ (પ્રમુખ, NSUI અમરેલી), અશોકભાઈ ખુમાણ (વિરોધપક્ષ નેતા, નગરપાલિકા), જસુભાઈ ખુમાણ (વિરોધપક્ષ નેતા, તાલુકા પંચાયત), રાજેભાઈ ચૌહાણ (નગરસેવક), જીગ્નેશભાઈ ભરાડ, હિતેશભાઈ જયાણી, વિનુભાઈ ગુંદરનીયા, નિર્મળભાઈ વાટલીયા, ઓસાભાઈ પઠાણ, તુષારભાઈ અધ્વર્યુ, દીપકભાઈ સભાયા, જીગ્નેશભાઈ બગડા, ભાવેશભાઈ બગડા, પરિક્ષિત શિયાળ (યુવા નેતા), વનરાજ ખંઢેલા (યુવા નેતા), ઘનશ્યામભાઈ દુધાત, તાજુદીનભાઈ કુરેશી સહિત મોટી સંખ્યામાં મતદારો હાજર રહ્યા હતા, જેમણે પોતાનો ધર્મ નહીં પરંતુ પોતાનો મતાધિકાર બચાવવા સ્વયંભૂ આ લડાઈમાં સહકાર આપ્યો હતો. ચુંટણી અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ૪૫થી વધુ ત્રાહિત વ્યક્તિઓએ પાર્ટીના આદેશ મુજબ ખોટા નામો કમી કરવાના પ્રયાસો કર્યા હોવાની બાબત પ્રતાપ દુધાતે પકડી પાડી છે. આ સમગ્ર ઘટનામાં
મતદારોના બંધારણીય અધિકારોનું હનન, લોકશાહી પ્રક્રિયાની પવિત્રતા પર ઘા,અને મતાધિકાર છીનવવાની યોજિત સાજિસ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે.આ કૃત્યો લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦ અને ૧૯૫૧ તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS), ૨૦૨૩ હેઠળ સ્પષ્ટ ગુનાહિત કૃત્યો બને છે.
આ સંદર્ભે પ્રતાપ દુધાતે આવેદનપત્ર આપી સ્પષ્ટ માંગણી કરી છે કેફોર્મ નં. ૭ના આધારે થયેલી તમામ નામ કાપવાની કાર્યવાહી તાત્કાલિક સ્થગિત કરવામાં આવે,જવાબદાર અરજદારો/BLA પોતાની ભૂલ સ્વીકારી દિન–૫માં ચુંટણી અધિકારી સમક્ષ એફિડેવિટ જાહેર કરે અને તેની નકલ આપવામાં આવે,અન્યથા કોઈપણ શેહ-શરમ રાખ્યા વિના કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.
અંતમાં પ્રતાપ દુધાતે જનતાને સંદેશ આપતા જણાવ્યું કે,આ લડાઈ કોઈ ધર્મ સામે નથી, કોઈ જાતિ સામે નથી, કે કોઈ સમુદાય સામે નથી. આ લડાઈ છે ભારતીય બંધારણની, દરેક નાગરિકના મતાધિકારને બચાવવાની, અને લોકશાહીને જીવંત રાખવાની સંવિધાનિક લડાઈ છે. જો વહીવટી સ્તરે ન્યાય નહીં મળે તો બંધારણમાં આપેલ અધિકાર મુજબ ન્યાયાલયનો આશરો લેતા પણ અમે પાછળ નહીં હટીયે, કારણ કે મતાધિકાર એ કોઈ ઉપકાર નથી—તે નાગરિકનો જન્મસિદ્ધ અધિકાર છે.


















Recent Comments