ચલાલા નજીક આવેલું ગોપાલગ્રામ જે પહેલાં ઢસા નામથી ઓળખાતું, ત્યાંના પ્રજાવત્સલ રાજવી અને સ્વાતંત્ર્યસેનાની પૂ. દરબાર સાહેબ ગોપાળદાસ દેસાઈ તથા ભક્તિબાના સ્મૃતિ મંદિર સમા નિવાસસ્થાન દરબાર ગઢ ખૂબ જુના બાંધકામને કારણે જર્જરિત થયેલ હોય ત્યારે તેનું સમારકામ ચાલી રહ્યું હોય, જેથી અમરેલીનાં ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારીના ધારાસભ્ય જે.વી. કાકડીયા, પૂ. દાનબાપુની જગ્યા ચલાલાનાં લઘુ મહંત મહાવીરબાપુ, ધારી માર્કેટયાર્ડના વાઈસ ચેરમેન હર્ષદભાઈ રાવલ વગેરે આગેવાનોએ રિનોવેશન થઈ રહેલાં ગોપાલગ્રામનાં ઐતિહાસિક દરબાર ગઢની મુલાકાત લીધી હતી. કૌશિકભાઈ વેકરીયાએ આ તીર્થભૂમિને વંદન કરી ગૌરવની લાગણી વ્યક્ત કરતાં યુવા ટ્રસ્ટી મંડળને બિરદાવ્યું હતું.
ધારીના ગોપાલગ્રામમાં દરબાર ગઢના સમારકામની મુલાકાત લેતા કૌશિક વેકરીયા


















Recent Comments