ભાવનગર જિલ્લામાં હાલ લગ્નસરાની મોસમ ચાલી રહી છે અને ખાસ કરીને અખાત્રીજ (અક્ષય તૃતીયા)ના
પવિત્ર દિવસે મોટી સંખ્યામાં લગ્નસમારંભો યોજાનાર છે. આ પ્રસંગે જિલ્લામાં કોઈપણ પ્રકારના બાળલગ્ન ન થાય
તે માટે તંત્ર દ્વારા વિશેષ સજાગતા રાખવામાં આવનાર છે.બાળલગ્નમાં સીધી કે આડકતરી રીતે સંડોવાયેલા તમામ
લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેમાં ગોરમહારાજ, રસોયા, મંડપ ડેકોરેશન, ડી.જે.,
બેન્ડબાજા, ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર સહિતનાઓની સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ અંગે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી-સહ-જિલ્લા સમાજ સુરક્ષા અધીકારીશ્રીએ જણાવ્યું કે, સમુહલગ્નનાં
આયોજકો તથા વર-કન્યાના માતા-પિતા સહીત અન્ય લોકો પણ બાળલગ્નની મદદગારીમાં સામેલ હોય તો પણ
તેમની સામે ગુનો નોંધાય છે.
આ ઉપરાંત બાળલગ્નોની જાણકારી બાળલગ્ન પ્રતિબંધક અધિકારી-સહ-જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની
કચેરી અથવા બાળસુરક્ષા એકમ ભાવનગર અથવા ચાઇલ્ડ હેલ્પલાઇન ભાવનગર અથવા પોલીસને મળે અને આવા
લગ્ન અટકાવવામાં આવે ત્યારે લગ્નનો ખર્ચ માથે પડે છે. જેના પરીણામે લગ્ન કરાવનારની પ્રતિષ્ઠાને પણ અસર
થાય છે. તેથી લગ્ન નક્કી થાય તે પહેલાં જ વર-કન્યાની ઉંમરની ચકાસણી કરી લેવામાં આવે તો બાળ લગ્નનો પ્રશ્ન
ઉપસ્થિત થાય નહીં.
બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ ૨૧ વર્ષથી નીચેનો યુવક તથા ૧૮ વર્ષથી નીચેની યુવતીના
લગ્ન કરવા, કરાવવા કે આવા લગ્ન કરાવવામાં મદદગારી કરવી તે પણ ગુનો બને છે તથા આ કાયદા હેઠળ બે
વર્ષની જેલની સજા તથા એક લાખ રૂપિયા સુધીનો દંડ ઉપરાંત બિનજામીન પાત્ર ગુનો બને છે.
જિલ્લામાં જો કોઈપણ જગ્યાએ બાળલગ્નો જણાઈ આવે તો જનતાને વિનંતી કે ભાવનગર બાળલગ્ન
પ્રતિબંધક અધિકારી-સહ-જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, જી-૧, એનેક્ષી
બિલ્ડીંગ, એસ.ટી.સ્ટેન્ડ પાસે, બહુમાળી ભવન, ભાવનગર ફોન નં. ૦૨૭૮-૨૪૨૫૬૦૯, જિલ્લા બાળ સુરક્ષા એકમ,
ટી-૧૬, ત્રીજો માળ, બહુમાળી ભવન, એસ.ટી.સ્ટેન્ડ પાસે, ભાવનગર – ફોનઃ ૦૨૭૮ ૨૪૨૨૦૭૨, ચાઇલ્ડ હેલ્પ લાઈન
૧૦૯૮, ૧૧૨, ૧૮૧ મહિલા હેલ્પ લાઇન અભયમ, પોલીસ કન્ટ્રોલર નંબર ૧૦૦ ને જાણ કરવા લોકોને અપીલ
કરવામાં આવી છે તેમ, બાળલગ્ન પ્રતિબંધક અધિકારી-સહ-જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, ભાવનગરની યાદીમાં
જણાવ્યું છે.












Recent Comments