આજે (22-6-2026) ના રોજ વાંશિયાળી ખાતે લઘુ શિબિર સાથે મેલેરિયા કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં શિબિરમાં ગામના નાગરિકોને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, વજન, સામાન્ય આરોગ્ય તપાસ તેમજ જરૂરી તબીબી સલાહ અને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી. ઉપરાંત આરોગ્ય જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
શિબિર દરમિયાન સ્વચ્છતા, સંતુલિત આહાર, નિયમિત કસરત, ચેપી રોગોથી બચવાના ઉપાયો તેમજ સમયસર સારવાર લેવાના મહત્વ અંગે લોકોને સમજાવવામાં આવ્યું.
મેલેરિયા રોગ અંતર્ગત લોકોને ચોમાસાની ઋતુમાં મચ્છરના થઈ એ માટે આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ. અને શંકાસ્પદ લોકો તપાસ પણ કરવામાં આવેલ
આ શિબિર અને કેમ્પનો લાભ લોકોએ લીધો હતો. કાર્યક્રમમાં આરોગ્ય કર્મચારી મહેશભાઈ ધાંધલા તથા અન્ય સ્ટાફ દ્વારા મહત્વની કામગીરી બજાવી હતી. અંતમાં, લોકોને નિયમિત આરોગ્ય તપાસ કરાવવા અને કોઈપણ તકલીફ જણાય તો નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો.













Recent Comments