ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં બનતા શરીર સબંધી ગંભીર ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવા ખાસ સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં શરીર સબંધી ગુનાઓ આચરતા આરોપીઓને તાત્કાલીક પકડવા અને તેમના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય તથા શ્રી વિસ્મય માનસેતા સાહેબ વિભાગીય પોલીસ અધિકારી લાઠી વિભાગ નાઓ દ્વારા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપવામાં આપેલ હોય.
જે અન્વયે બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટરશ્રી આર.આર.પરમાર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ બાબરા પોલીસ ટીમ દ્વારા બાબરા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૫૦૬૧૪/૨૦૨૫ બી.એન.એસ ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ તથા ગુજરાત નાણા ધિરધાર અધિનિયમ ૨૦૧૧ ની કલમ ૪૦, ૪૨(ડી) મુજબના ગુન્હાના કામે આરોપી અશોકભાઇ ઉર્ફે ટીનાભાઇ અમરૂભાઇ બોરીચા, રહે.કોટડાપીઠા, તા.બાબરા, જી.અમરેલીવાળો ના છેલ્લા આઠેક માસથી નાસતો ફરતો હોય અને નામદાર બાબરા કોર્ટ દ્વારા આરોપીનુ BNSS કલમ ૭૨ મુજબનુ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ હોય જે આરોપીને બાબરા પોલીસ ટીમ દ્વારા ટેક્નિકલ તથા હ્યુમન સોર્સ દ્વારા પકડી પાડી તેમના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
ગુન્હાની વિગત
આ કામની હકિકત એવી છે કે આ કામના આરોપી અશોકભાઇ ઉર્ફે ટીણો અમકુભાઇ બોરીચા, રહે.કોટડાપીઠા, તા.બાબરાવાળાએ ૦૩ વર્ષ પહેલા સાહેદ અફજલ હનિફભાઇ સોલંકીને ૨,૫૦,૦૦૦/- રૂપિયા ૦૫ ટકા ના ઉંચા વ્યાજે આપેલ અને સાહેદે આરોપીને મુળ રૂપિયા તથા વ્યાજના ૫,૦૦,૦૦૦/- રૂપિયા ચુકવેલ હોય અને મહિન્દ્રા કંપનીની XUV ફોરવ્હિલના RTO નંબર GJ 27 K 8686ની પણ લઇ ગયેલ હોય, આમ છતાં આરોપીએ ફરીયાદીની દુકાને આવીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને ફરીયાદીને ગાળો આપીને ફરીયાદીને કાતર મારી ઇજા કરી તથા પીઠના ભાગે લોખંડનું ટેબલ મારીને મુંઢ ઇજા કરીને ફરીયાદી તથા તેના ઘરના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરવામાં એકબીજાએ મદદગારીને અમરેલી જીલ્લાના અધિક મેજીસ્ટ્રેટ સાહેબના હથીયારબંધીના જાહેરનામાનો ભંગ કરીને ગુન્હો કર્યા વિ. બાબત.
પકડાયેલ આરોપી
(૧) અશોકભાઇ ઉર્ફે ટીનાભાઇ અમરૂભાઇ બોરીચા, ઉ.વ.૩૨, ધંધો.ડ્રાઇવીંગ, રહે.કોટડાપીઠા, તા.બાબરા, જી.અમરેલી, હાલ રહે.જસદણ, ગંગાભુવન સરકારી સરદાર પટેલ સ્કુલની સામે, તા.જસદણ જી.રાજકોટ
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારી
૦૧ | પો.ઇન્સ.શ્રી આર.આર.પરમાર સાહેબ
૦૨
| એ.એસ.આઇ. જે.સી.સોલંકી
૦૩
| પો.કોન્સ. હર્ષદભાઇ ભરતભાઇ ડાભી
૦૪
પો.કોન્સ. રવિરાજભાઇ લખુભાઇ આલાણી
૦૫ |
પો.કોન્સ. સંદિપભાઇ લખુભાઇ ભુવા













Recent Comments