ભાવનગર

ઊંચડી ખાતેની વિવેકાનંદ વિદ્યાધામ સ્કૂલ ઓફ એક્સેલેન્સ દ્વારા દરિયાઈ શિબિર

તળાજા તાલુકાના ઊંચડી ગામ ખાતે આવેલ શ્રી વિવેકાનંદ વિદ્યાધામની જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઑફ એક્સેલેન્સ દ્વારા એક દિવસીય દરિયાઈ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી વિવેકાનંદ વિદ્યાધામ ખાતે આવેલ જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઑફ એક્સેલેન્સ- ઊંચડી શાળાની વિદ્યાર્થીની દીકરીઓ માટે એકદિવસીય દરિયાઈ શિબિરનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત શાળાની દીકરીઓ દ્વારા સૌપ્રથમ ગોપનાથ બીચ પર ફેલાયેલ પ્લાસ્ટીક કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળાના આચાર્યશ્રી દ્વારા પર્યાવરણ જાળવણી અને દરિયાઈ જીવ સૃષ્ટિના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. શાળાની શિક્ષિકા બહેનો દ્વારા રોજગારી માટે દરિયાની ઉપયોગીતા વિશે દીકરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ગોપનાથ મહાદેવ અને મસ્તરામ ધારા જેવા ધાર્મિક સ્થળોની મુલાકાત અને તેમના વિશે માહિતી આપવામાં આવી હતી. શિબિર દ્વારા દીકરીઓમાં બાળપણથી જ પર્યાવરણ જાળવણી અને ધાર્મિક સંસ્કૃતિની જાળવણી જેવા ગુણો વિકસે તેવા હેતુ સહ એકદિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના ટ્રસ્ટીશ્રી દ્વારા શિબિરને સફળ બનાવવા પૂરતો સાથ સહકાર પૂરો પાડવામાં આવ્યો હતો. આ શિબિરમાં ધોરણ-7 ની 75 વિદ્યાર્થીનીઓ અને ધોરણ 6 ની 235 વિદ્યાર્થીનીઓ એમ કુલ મળીને 310 વિદ્યાર્થીની દીકરીઓએ ભાગ લીધો હતો જે નોંધનીય બાબત છે.

Related Posts