અમરેલી

રેપીસ્ટને ફાંસીની સજા થાય તેવું બિલ સંસદમાં પાસ કરવા માટે હ્યુમન રાઈટ્સ ફેડરેશનના પ્રમુખ મહેન્દ્ર આયલાણીની રાષ્ટ્રપતિને રજૂઆત

હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA) ના પ્રમુખ મહેન્દ્ર આયલાણીએ ભારતના માનનીય રાષ્ટ્રપતિને પત્ર પાઠવી દેશમાં મહિલાઓ અને બાળકીઓની સુરક્ષા માટે કાયદાકીય સુધારાની માંગ કરી છે. આ પત્રની જાણકારી રાજકોટ જિલ્લા કલેક્ટર અને રાજકોટ મહાનગરપાલિકાના મેયરને પણ આપવામાં આવી છે.

​મુખ્ય માંગણીઓ:

​બાળકીઓ અને મહિલાઓ સામેના જઘન્ય બળાત્કાર તથા સામૂહિક બળાત્કારના ગુનાઓમાં રેપીસ્ટને ‘ફરજિયાત ફાંસીની સજા’ થાય તેવું બિલ સંસદમાં તાત્કાલિક પસાર કરવામાં આવે.

​આવા ગંભીર કેસોની તપાસ 30 દિવસની અંદર પૂર્ણ કરવામાં આવે.

​ફાસ્ટ ટ્રેક વિશેષ અદાલતમાં 90 દિવસની અંદર ટ્રાયલ પૂર્ણ કરીને દોષિતોને કડક સજા આપવામાં આવે.

​પીડિતોને તાત્કાલિક તબીબી સારવાર, માનસિક સહાય, સુરક્ષા અને યોગ્ય વળતર મળે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે.

​આવા કેસોની તપાસ કોઈપણ પ્રકારની રાજકીય દબાણગીરી વિના નિષ્પક્ષ અને પારદર્શક રીતે કરવામાં આવે.

​સંસ્થાનું માનવું છે કે વર્તમાન કાયદાઓમાં જોગવાઈ પૂરતી કડક ન હોવાને કારણે ગુનેગારોમાં ભય રહ્યો નથી, તેથી આ ગંભીર મુદ્દાને ધ્યાને લઈ તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે.

Related Posts