અમરેલી

વિકસિત ભારત 2047 વક્તૃત્વ સ્પર્ધામાં પી.એમ.શ્રી દામનગર શાળા નંબર 2ની વિદ્યાર્થીની મેર માહીનો તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ ‘બેટી બચાવો, બેટી પઢાવો’ વિષય પર રજૂ કર્યા પ્રભાવશાળી વિચારો

દામનગર : વિકસિત ભારત 2047 અંતર્ગત યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામાં પી.એમ.શ્રી દામનગર શાળા નંબર 2 (શ્રીમતી નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા)ની વિદ્યાર્થીની મેર માહીએ ઉત્કૃષ્ટ વક્તૃત્વ રજૂ કરીને સમગ્ર લાઠી તાલુકામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળા તથા દામનગરનું ગૌરવ વધાર્યું છે.

વક્તૃત્વ સ્પર્ધામાં મેર માહીએ ‘બેટી બચાવો, બેટી પઢાવો’ વિષય પર પોતાના પ્રભાવશાળી વિચારો રજૂ કર્યા હતા. દીકરીઓના શિક્ષણ, સશક્તિકરણ અને સમાજના વિકાસમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે તેમણે આત્મવિશ્વાસપૂર્વક અને અસરકારક રજૂઆત કરી હતી.

મેર માહીની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર, શિક્ષકો, વાલીઓ તેમજ દામનગરના નગરજનોમાં આનંદની લાગણી પ્રસરી છે. તેમની આ સફળતા બદલ શિક્ષણ વિભાગ, શાળા પરિવાર તથા નગરજનો દ્વારા મેર માહીને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને પ્રોત્સાહન આપીને તેમને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પ્રેરણા આપતી પી.એમ.શ્રી દામનગર શાળા નંબર 2ની આ સિદ્ધિ શાળા માટે ગૌરવની બાબત બની છે.

Related Posts