ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વરસાદી વાતાવરણને ધ્યાનમાં લેતા સાવચેતીના ભાગરૂપે કલેકટરશ્રી ગાંધીનગર, મેહુલ કે. દવેની આગેવાનીમાં દરેક વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે, કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે આયોજન થઈ રહ્યા છે, ત્યારે જિલ્લાની ભૂસ્તર ટીમ પણ આ કામમાં જાેડાઈ છે. સામાન્ય પણે તેઓ રાત -દિવસ જિલ્લાની ચેકપોસ્ટો પર ગેરકાયદેસર ખનીજની આવન જાવન પર નજર રાખી રહ્યા છે, અને આ ગેરકાયદે પ્રવૃત્તિ રોકવાના બનતા પ્રયત્નો પણ કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ કરી રહ્યા છે, ત્યારે હાલમાં પાણીના સ્તર વધી રહ્યા છે, તેવા સમયે કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે દવેની ખાસ સુચના છે કે, નદી કિનારા કે નદીના પટવિસ્તારમાં આવી કોઈ પણ ગેરકાયદે ખનન પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં કાયદેસર કાર્યવાહી કરી તેને અટકાવવી જરૂરી છે, જેના પગલે ઇન્દ્રોડા- શાહપુર વિસ્તારના નદીના પટમાં સાદી રીતે ખનીજનું ખોદકામ કરતાં ઈસમોને ઝડપી લેવાયા છે.
કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ કે.દવેના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી દ્વારા સરકારશ્રીની મહેસુલી આવકમાં ઉતરોત્તર વધારો કરવાના હેતુથી તથા બિનઅધિકૃત ખનિજ ખનન, વહન અને સંગ્રહ કરતા ઈસમો સામે દંડકીય રકમની વસુલાત કરવા સાથે કચેરીની ક્ષેત્રિય ટીમ સતત ચેકિંગ અંગેની કામગીરી કરવામાં આવે છે, જે બાબતે કચેરીના રોયલ્ટી ઇન્સ્પેકટરશ્રીઓ તથા માઈન્સ સુપરવાઈઝરશ્રી દ્વારા તા.૦૩/૦૭/૨૦૨૫ ના રોજ સમય આશરે ૦૫:૩૦ કલાકે ગાંધીનગર જીલ્લાના ઇન્દ્રોડા-શાહપુર ગામની પ્રતિબંધિત સાબરમતી નદીપટ્ટ વિસ્તારમાં આકસ્મિક રેડ કરતા કુલ ૦૩ ટ્રેકટરો બિનઅધિકૃત સાદીરેતી ખનિજનું ખનન કરી વહન કરતા પકડવામાં આવેલ જેમાં ટ્રેક્ટર નં ય્ત્ન-૧૮-ઈમ્-૩૨૯૪ , ટ્રેક્ટર નં ય્ત્ન-૧૮-મ્ઈ-૨૪૭૯ તથા ટ્રેક્ટર નં ય્ત્ન-૧૮-ૐ-૬૪૪૯ ના વાહન માલિક અજય જયંતીભાઈ વણઝારા તમામ ઇન્દ્રોડા તા.જી.ગાંધીનગર દ્વારા સાબરમતી નદીના પ્રતિબંધિત નદીપટ્ટ વિસ્તારમાં સાદીરેતી ખનિજનું ખોદકામ કરી વહન કરતા પકડવામાં આવેલ છે.જેને સીઝ કરી કલેકટર કચેરી કમ્પાઉન્ડ, ગાંધીનગર ખાતે સીઝ કરવામાં આવેલ.
ઉપરાંત ઉવારસદ-વાવોલ રોડ પરથી વાહન ડમ્પર નં ય્ત્ન-૧૮-મ્ફ-૮૭૯૯ દ્વારા રોયલ્ટી પાસ વગર સાદીરેતી ખનિજના બિન અધિકૃત વહન,શેરથા, પાસેથી વાહન ડમ્પર નં ય્ત્ન-૧૮-મ્-૧૮૪૯ દ્વારા રોયલ્ટી પાસ વગર સાદીરેતી ખનિજના બિનઅધિકૃત વહન અને ગાંધીનગરની ચિલોડા ચેકપોસ્ટ ખાતેથી વાહન ડમ્પર નં ય્ત્ન-૧૮-છઢ-૭૦૦૧ માં રોયલ્ટી પાસ કરતા વધુ સાદીરેતી ખનિજનું ઓવરલોડ વહન કરતા પકડવામાં આવેલ છે.
આમ કુલ ૦૬ વાહનોની આશરે કુલ ૧.૧૦ કરોડ અને ખનિજ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. તેમજ બિનઅધિકૃત ખોદકામ કરેલ સાદીરેતી ખનિજના ખાડાના જથ્થાની માપણી કરી દંડકીય રકમની વસુલાત અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, ઉપરોક્ત જપ્ત કરેલ મશીનના વાહનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ,ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ઉવારસદ-વાવોલ રોડ, શેરથા તથા ચિલોડા ચેકપોસ્ટ ખાતેથી પણ ત્રણ એમ કુલ મળી ૦૬ વાહનો સહિત આશરે ૧.૧૦ કરોડની ખનિજ કિંમતનો મુદ્દામાલ જપ્ત

Recent Comments