દેશનાં અનેક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો. મહારાષ્ટ્રમાં પણ એકધારો વરસાદ વરસી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈ નજીક માનખૂરદની ઝૂંપડપટ્ટીમાં એક મકાન ધરાશયી થતાં ૬ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. મહારાષ્ટ્રમાં અન્ય વિસ્તારોમાં ૭ લોકોનાં મોત થયાં છે. આમ કુલ મળીને ૧૩ લોકો નિર્વાણ પામ્યા છે. પૂજ્ય બાપુએ તમામ મરુતકોને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમનાં પરિવારજનોને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૯૫,૦૦૦ ની સહાય રાશિ અર્પણ કરી છે જે રામકથાના મુંબઈ સ્થિત શ્રોતા દ્વારા પહોંચાડવામાં આવશે. પૂ બાપુએ તમામ દિવંગત થયેલા લોકોનાં નિર્વાણ માટે હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે.
તેમ જયદેવ માંકડ ની યાદીમાં જણાવ્યું છે.













Recent Comments