ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી આર.વી. અસારી સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલ્કત સબંધી અનડિટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ નાઓએઅમરેલી જીલ્લામા બનવા પામેલ મિલકત સંબધી ચોરીના ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને ગુન્હો ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી નયના ગોરડીયા સાહેબ રાજુલા વિભાગનાઓએ વાહન ચોરીના ડીટેક્ટ કરી આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં અને વણ શોધાયેલ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય
] ગુન્હાની વિગત
આ ગુન્હાની વિગત એવી છે કે ગત તા.૧૬/૦૬/૨૦૨૬ ના બપોરના પોણા બારેક વાગ્યે ફરીયાદી જે અક વયોવ્રુધ્ધ મહીલા હોય અને તેઓ રાજુલા શહેરમા આવેલ રાજાણી કરીયાણાની દુકાને કરીયાણુ લેવા માટે ગયેલ ત્યારે કોઇ અજાણ્યા માણસોએ મહીલા સાથે દુકાને ધક્કા મુકી કરી અને ફરીયાદી ની નજર ચુકવી અને ગળામા પહેરેલ સોનાનો ચેન જેનુ વજન ૩૫.૬૩૦ ગ્રામ જેની કી.રૂ. ૧,૧૭,૦૦૦/- ની ચોરી કરેલ હતી જે અંગે રાજુલા પો.સ્ટે. ભાગ એ ગુરનં.૧૧૧૯ ૩૦૫૦૨૬૦૪૭૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ની કલમ ૩૦૩(૨) તથા ૫૪ મુજબનો ગુન્હો રજુલ થયેલ હોય
] ગુન્હો ડીટેક્ટ કરેલની વિગત
સદરહુ ગુન્હાને ગંભીરતાથી લઇ રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રીવી.એમ.કોલાદરા સાહેબનાઓએ ગુન્હાને ડીટેકટ કરવા અલગ અલગ ટીમો બનાવી અને સુચના આપેલ હોય જે અન્વયે રાજુલા પોલીસ ટીમ દ્વારા અલગ અલગ સીસીટીવી કેમેરા જોવામા આવેલ અને ગુજરાત સરકારશ્રીના વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત લગાવવામા આવેલ કેમેરા જોવામા આવેલ હતા અને જેમા બે અજાણી મહીલા તથા એક અજાણયો પુરૂષ કેમેરામા જોવામા આવેલ હતા જે બાદ સદરહુ ઇસમો રાજુલા શહેરમા અલગ અલગ જગ્યાએ ચાલીને જતા હોય અને લોકોની રેકી કરતા હોય બાદ આ કામના ફરીયાદી કરીયાણાની દુકાને વસ્તુ લેવા જતા હતા તેનો પીછો કરી અને દુકાને જઇ ધક્કા મુકી કરી અને તેના ગળામા રહેલ સોનાના ચેનની ચોરી કરે છે અને ચાલીને અલગ-અલગ રસ્તાઓ પરથી નીકળી જાય છે અને ચોથો ઇસમ જે શહેરની બહાર બાય પાસ રોડ પર ફોર વ્હીલ ગાડી મા ઉપરોકત બે મહીલા તથા એક પુરૂષ ઇસમની રાહ જોતો હોય છે જે ત્રણેય જણા ચાલીને આવી અને બાદ ચારેય આરોપી ચોરનો ગુન્હો આચરી નાસી જાય છે જે તમામ મુવમેન્ટ આશરે ૧૭૦ જેટલા અલગ અલગ સીસીટીવી કેમેરા રાજુલા પોલીસ ટીમ દ્વારા ચેક કરેલ
બાદ રાજુલા સર્વેલન્સ ટીમ દ્વારા ટેકનીકલ સોર્સીસ આાધારે આરોપીના ચોક્કસ નામ સરનામા મેળવી અને ઉપરોકત તમામ ચારેય આરોપી જે પોતાના વતન રાજકોટ તરફ જતા હોય જેને રસ્તામા પકડી પાડી અને ચોરીમા ગયેલ સોનાનો ચેન રીકવર કરી અને ગુન્હો ડીટેકટ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે
] પકડાયેલ આરોપીની વિગત
(૧) નીકીતાબેન વા/ઓ અલ્પેશભાઇ અરજણભાઇ સાવલીયા રહે.રાજકોટ, લક્ષ્મીવાડી મેઇન રોડ તા.જી.રાજકોટ
(૨) વૈશાલીબેન વા/ઓ દેવેનભાઇ દીલીપભાઇ કાચા રહે.રાજકોટ, વૈશાલી નગર કાલાવાડ રોડ તા.જી.રાજકોટ
(૩) મેહુલભાઇ મનસુઅભાઇ સોઢા . રહે.રાજકોટ, ભક્તિનગર તા.જી.રાજકોટ
(૪) દેવેનભાઇ દીલીપભાઇ કાચા રહે.રાજકોટ, વૈશાલી નગર કાલાવાડ રોડ તા.જી.રાજકોટ
] કબ્જે કરેલ મુદામાલની વિગત
– ચોરી કરેલ સોનાનો ચેન નંગ-૦૧ કી.રૂ.૧,૧૭,૦૦૦/-
– ચોરીમા ઉપયોગ મહીન્દ્રા કંપની XUV 700 કાર કી.રૂ.૭,૦૦,૦૦૦/-
મળી કુલ રૂ. ૮,૧૭,૦૦૦/- નો મુદામાલબ્જે કરેલ
] આરોપીઓનો ગુન્હાઇત ઇતીહાસ
– નીકીતાબેન વા/ઓ અલ્પેશભાઇ અરજણભાઇ સાવલીયા નો ગુન્હાઇત ઇતીહાસ
(૧) રાજકોટ ગ્રામ્યના લોધીકા પો.સ્ટે. ભાગ બી. ગુરનં.૦૨૪૪/૨૦૨૨ જુગાર ધારા કલમ ૪,પ મુજબ
(૨) રાજકોટ શહેરના માલવીયા નગર પો.સ્ટે. ભાગ એ ગુરનં.૦૮૦૩/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ
(૩) ગીર સોમનાથ જીલ્લાના ઉના પો.સ્ટે. ભાગ એ ગુરનં. ૧૯૦૬/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૩૭૯(એ)(૩) મુજબ
(૪) સુરત શહેરના ખટોદરા પો.સ્ટે ભાગ એ ગુરનં. ૦૮૪૭/૨૦૨૪ આઇ.પી.સી. કલમ ૩૭૯(એ),૧૧૪ મુજબ
(૫) સુરત શહેરના ખટોદરા પો.સ્ટે ભાગ એ ગુરનં. ૦૮૪૯/૨૦૨૪ આઇ.પી.સી. કલમ ૩૭૯(એ) મુજબ
(૬) રાજકોટ શહેર ગાંધીગ્રામ પો.સ્ટે. ગુરનં. ૧૦૭૮/૨૦૨૦ આઇ.પી.સી. કલમ ૨૬૯ મુજબ
(૭) ભાવનગર જીલ્લાના નીલમબાગ પો.સ્ટે ગુરનં. ૧૦૮૮ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબ
(૮) રાજકોટ શહેર ભક્તિનગર પો.સ્ટે ગુરનં. ૦૨૦૩/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫(એ)(એ) મુજબ
– વૈશાલીબેન વા/ઓ દેવેનભાઇ દીલીપભાઇ કાચા નો ગુન્હાઇત ઇતીહાસ
(૧) ગીર સોમનાથ જીલ્લાના ઉના પો.સ્ટે. ભાગ એ ગુરનં. ૧૯૦૬/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૩૭૯(એ)(૩) મુજબ
(૨) સુરત શહેરના ખટોદરા પો.સ્ટે ભાગ એ ગુરનં. ૦૮૪૭/૨૦૨૪ આઇ.પી.સી. કલમ ૩૭૯(એ),૧૧૪ મુજબ
– મેહુલભાઇ મનસુઅભાઇ સોઢા નો ગુન્હાઇત ઇતીહાસ.
(૧) રાજકોટ શહેર ભક્તિનગર પો.સ્ટે. એ પાર્ટ ગુરનં.૦૧૫૨/૨૦૧૫ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ
(૨) રાજકોટ શહેર ડી.સી.બી. પો.સ્ટે. બી. પાર્ટ ગુરનં.૦૨૨/૨૦૧૭ આઇ.પી.સી. કલમ ૫૦૭ મુજબ
] ગુન્હો કરવાની એમ.ઓ.
ઉપરોકત આરોપીઓ રાજય ના અલગ અલગ જીલ્લાઓના નાના મોટા શહેરોમા જઇ અને આરોપી નં.(૧) તથા (૨) જે બન્ને મા દીકરી હોય જેઓ ભીડભાડ વાળી બજારોમા જઇ અને ધક્કા મુકી કરી અને નજર ચુકવી ગળામા પહેર સોનાના ચેન અથવા દોરાઓની ચોરી કરી અને અન્ય આરોપી જે શહેરની બહાર અથવા તો સુનસાન વિસ્તારમા વાહન સાથે ઉપરોકત મા દીકરી ચોરી કરી લીધા પછી બેસાડી અને નાસી જઇ ગુન્હો આચરતા
] કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.એમ.કોલાદરા સાહેબ ના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ એસ.બી.જાની સાહેબ તથા સર્વેલન્સ ટીમનાએ.એસ.આઇ. મધુભાઇ પોપટ તથા હે.કોન્સ હરેશભાઇ વાળા તથા હે.કોન્સ મનુભાઇ માંગાણી તથા હે.કોન્સ સુરેશભાઇ મેર તથા પો.કોન્સ. રવીભાઇ વરૂ તથા પો.કોન્સ.મહેશભાઇ બારૈયા તથા ટાઉન બીટ ઇન્ચાર્જ એ.એસ.આઇ. ભરતભાઇ વાળા તથા હે.કોન્સ. પ્રકાશભાઇ બાબરીયા તથા હે.કોન્સ સુરજભાઇ બાભંણીયા તથા પો.કોન્સ અમીતભાઇ મકવાણા તથા પો.કોન્સ શંભુભાઇ વાઘેલા તથા વુ.પો.કોન્સ દીવ્યાબેન ગૌસ્વામી તથા વુ.પો.કોન્સ હેતલબેન ધાખડા તથા વુ.પો.કોન્સ ધીરજબેન ભટ્ટી દ્વારાકરવામાં આવેલ છે.














Recent Comments