અમરેલી

લીલિયા તાલુકાના ચાર ગામોમાં નવા ગ્રામ પંચાયત ભવનના બિલ્ડીંગ માટે ૯૪ લાખ જેવી માતબર રકમ મંજૂર કરાવતા શ્રી મહેશ કસવાલા

સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે સતત કાર્યરત ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. લીલીયા તાલુકાના ૪ ગામોમાં નવા ગ્રામ સચિવાલય બનાવવા માટે સરકારમાંથી કુલ રૂ.૯૪ લાખ મંજૂર કરાવવામાં આવ્યા છે.જેમાં શેઠાવદર ગામે નવી ગ્રામ પંચાયત ભવન મંજુર થયેલ જયારે સનાળીયા,ભોરીંગડા અને ખારા ગામની ગ્રામ પંચાયતો મંજુર થયેલ હતી,૫રંતુ હાલમાં સરકારશ્રીના નવા ઠરાવ મુજબ રિવાઇઝ મંજુરી આ૫વામાં આવેલ છે. લીલિયા તાલુકાના ગ્રામીણ વિસ્તારોના વિકાસને વેગ આપવા માટે શ્રી કસવાલાના પ્રયાસોથી 4 ગ્રામ પંચાયતોને મંજૂરી મળી છે. આ નવી ગ્રામ પંચાયતોની રચનાથી સ્થાનિક લોકોને વધુ સારી સુવિધાઓ અને સેવાઓ ઉપલબ્ધ થશે. આ અંગેની માહિતી આપતા શ્રી કસવાલાએ જણાવ્યું હતું કે, અનેક ગામોમાં ગ્રામ સચિવાલય જર્જરિત હાલતમાં હતાં. જેના કારણે ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડતો હતો.

તેથી નવી ગ્રામ પંચાયતોની રચના થવાથી ગામડાઓના વિકાસને નવી દિશા મળશે. ગામના લોકોને જન્મ-મરણના દાખલા, આવકના દાખલા, રહેઠાણના દાખલા જેવા જરૂરી દસ્તાવેજો સરળતાથી મળી રહેશે. આ ઉપરાંત, ગ્રામ પંચાયત દ્વારા ગામના વિકાસ માટે વિવિધ યોજનાઓ પણ અમલમાં મૂકી શકાશે.આ પ્રસંગે શ્રી કસવાલાએ જણાવ્યું હતું કે તેઓ હંમેશા ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે કાર્યરત રહેશે. વિશેષમાં શ્રી કસવાલાએ જણાવ્યું હતું કે તેઓ આગામી સમયમાં લીલિયા તાલુકાના અન્ય ગામોમાં પણ ગ્રામ પંચાયતોની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પ્રયાસ કરશે. તેઓ ગ્રામીણ વિકાસ માટે વિવિધ યોજનાઓ લાવવા માટે પણ કાર્યરત છે.નવા ગ્રામ પંચાયત ભવન બનવાથી ગામોના વિકાસને નવી દિશા મળશે અને ગ્રામજનોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. આ વિકાસ કાર્યથી ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારના લોકો માટે વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ મેળવવામાં સરળતા રહે તે માટે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સચિવાલયની સ્થાપના કરવામાં આવશે. શ્રી કસવાલાની આ સિદ્ધિ બદલ લીલીયા તાલુકાના લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા છે તેવુ સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related Posts