Loading Date... Gold 24K: ₹90,589 | Silver 1kg: ₹106,881 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

"નાના એવા ગામ માં એકજ વર્ષ માં 260 લગ્ન નોંધણી" કેન્દ્ર ના કાયદા માં સંશોધન વગર રાજ્ય સરકાર ના પરિપત્ર નું પપુડું કરતું તંત્ર અમરેલી જિલ્લા વિકાસ અધિકારી પોલીસ અધિક્ષક સમક્ષ સુખડીયા એ તપાસ ની માંગણી કરી

"નાના એવા ગામ માં એકજ વર્ષ માં 260 લગ્ન નોંધણી"  કેન્દ્ર ના કાયદા માં સંશોધન વગર રાજ્ય સરકાર ના પરિપત્ર નું પપુડું કરતું તંત્ર                                                           અમરેલી જિલ્લા વિકાસ અધિકારી પોલીસ અધિક્ષક સમક્ષ સુખડીયા એ તપાસ ની માંગણી કરી
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

હિન્દૂ મેરેજ એક્ટ હિન્દૂ વારસા ધારા ના કાયદા ના સંશોધન વગર જનતા ને રાજી રાખવા  રાજ્ય સરકારે  લગ્ન નોંધણી અંગે કરેલ પરિપત્ર નું પપુડું કર્તા તંત્ર સામે તપાસ થશે?અમરેલી જિલ્લા ના એવા ગામડા માં અચરજ પામી જવાય તેવી લગ્ન નોંધણી સંખ્યા અંગે જાગૃત અગ્રણી નાથાલાલ સુખડીયા ન...

હિન્દૂ મેરેજ એક્ટ હિન્દૂ વારસા ધારા ના કાયદા ના સંશોધન વગર જનતા ને રાજી રાખવા  રાજ્ય સરકારે  લગ્ન નોંધણી અંગે કરેલ પરિપત્ર નું પપુડું કર્તા તંત્ર સામે તપાસ થશે?


અમરેલી જિલ્લા ના એવા ગામડા માં અચરજ પામી જવાય તેવી લગ્ન નોંધણી સંખ્યા અંગે જાગૃત અગ્રણી નાથાલાલ સુખડીયા ની  જિલ્લા વિકાસ અધિકારી અને  જિલ્લા પોલીસ અધિક્ષક અમરેલી સમક્ષ લગ્ન નોંધણી અંગે તપાસ ની માંગ 
અમરેલી તાલુકાના રાંઢીયા મુકામે વર્ષ ૨૦૨૪ ના થયેલ શંકાસ્પદ વિશાળ પ્રમાણમાં થયેલ લગ્ન નોંધણીની ગુજરાત લગ્ન અધિનિયમ ૨૦૦૬ની કલમ ૩ હેઠળ એકસાથે એકવર્ષમાં રજીસ્ટર કરાવ્યા હોય કલમ-૩ નીચે મારી રજુઆત અધિનિયમ-૨૦૦૬ કલમ ૮ હેઠળ તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી થવા માંગ અમરેલી તાલુકાના રાંઢિયા ગામે વર્ષ ૨૦૨૪માં એક વર્ષમાં થયેલ લગ્ન નોંધણી બાબતે મે તાલુકા પંચાયત અમરેલી પાસેથી વિવિધ ગામોમાં થયેલ લગ્ન નોંધણીની આંકડાકીય માહિતી માંગેલ જેમાં મોજે રાંઢીયા તાલુકા-જીિલ્લો અમરેલી ગામે વર્ષ ૨૦૨૪ના એકવર્ષમાં ૨૬૦ લગ્ન નોંધણી રજીિસ્ટરે લગ્ન નોંધણી અધિકારી દ્રારા રજીસ્ટર કરવામાં આવેલ છે. જેમાં અમોને સંપુર્ણ શંકા છે કે, નાણાકીય લાભ લઈ આવડી મોટી સંખ્યામાં નોંધણી ધંધાકીય રૂપમાં કરી આર્થિક નાણાંકીય લાભ ઉઠાવી મોટું કૈભાડ આચરવામાં આવેલ છે. જેમાં હિન્દુ અધિનિયમ ૧૯૫૫ ની બંને પક્ષમાંથી કોઈપણ એક હકુમતમાં રહેતા હોવા જોઈએ અને તેના ઓળખ માટે સ્થાનિક લોકલ રહેવા હોવા જોઈએ કલમ ૮ તથા સ્પે.મેરેજ એકટ કલમ ૫ મુજબ નોંધણી અધિકારી દ્વારા સ્પે. મેરેજ એકટની કલમ ૧૯૫૪ (૫) જે જિલ્લામાં નોંધણી કરવાની હોય ત્યા ૩૦ દિવસ નિવાસ બેમાંથી કોઈપણ એક કરતા હોવા જોઈએ જેમાં અમોને શંકા છે કે, આ કલમોની જોગવાઈ અવગણી વિધર્મી લગ્ન નોંધ થઈ હોવાનું અમને સંપુર્ણ શંકા છે નિયમ મુજબ એકજ ધર્મના હોય તો નોંધી શકાય અને હિન્દુઓની મુસ્લીમ સ્પે.મેરેજ એકટની નોંઘણી કાર્યવાહી કરે તો સબ .રજીસ્ટ્રાર કચેરીમાં જાહેર નોટીસ પ્રસિધ્ધ કરવી પડે અને તે જાહેર રજીસ્ટ્રાર કચેરીમાં લગાવી પડે અને જેતે જાહેર સ્થળ પર રહેતા હોય ત્યા લગાવી પડે અને સ્પે. મેરેજમાં વાલીઓને બોલાવવા પડે તો નોંધણી અધિકારી દ્વારા આવા નિયમોનું પાલન થયેલ છે કે કેમ? જે તપાસવું તે અત્યંત જરૂરી છે. કલમ ૩૧ (ખ) મુજબ અરજદાર જયા નૂ રહેતા હોય ત્યા જ લગ્ન નોંધણી થઈ શકે.અને ૩૧(ગ) પક્ષકારો જયા સ્થળે રહેતા હોય ત્યા થાય અમોને આમ જનતા માંથી મળે ગુપ્ત માહિતી મુજબ અમરેલી તાલુકાના રાંઢિયા ગામે લગ્ન નોંધણી માટે જુનાગઢ –ગીર સોમનાથ -રાજકોટ -અમરેલી વિગેરે જિલ્લાઓના અલગ અલગ વિસ્તારોમાંથી એક નામાંકીત કુરીયર મારફતે પેપરો અહી સુધી પહોંચતા હતા. અને ૧ લગ્ન દીઠયા રૂપિયા 10.000/-વધુના નાણાંકીય વ્યવહારો સાથે લગ્ન નોંધણી કરવામાં આવતી હોવાના વિગતો આમ જનતા માંથી પ્રાપ્ત થયેલ છે.આમ લાખોનો વ્યવહાર થયેલ હોય તે સ્પષ્ટ પણે માલુમ પડેલ છે. જે બાબત અત્યંત ગંભીર હોય જેની ઉડાણ પુર્વક તપાસ થવા અને જવાબદાર સામે નિયમોસર કાર્યવાહી થવા અને આ અપપ્રવૃતિ ૨૦૨૪ બાદ માત્ર કાગળ ઉપર નોંધ કરી લગ્ન નોંધણી ચડાવ્યા વગર પણ બારોબાર અનેક લગ્નો હાલ સુધી થતા હોવાનું જાણ પર આવેલ છે. તો આ બાબત ગંભીરતાથી લઈ રાંઢિયા ગામનો લગ્ન નોંધણી રજીસ્ટર તાત્કાલીક અસરથી કબજે લઈ સંપુર્ણ તપાસ થવા આ લેખિત રજુઆત છે આ અંગે સવાલ કેન્દ્ર ના હિન્દૂ મેરેજ એક્ટ હિન્દૂ વારસા ધારા ના કાયદા ના સંશોધન વગર જનતા ને રાજી રાખતા રાજ્ય સરકારે  લગ્ન નોંધણી અંગે કરેલ પરિપત્ર નું પપુડું કર્તા ત્રિકાળ દર્શી ઓ સામે સરકાર પગલાં લેશે ?
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)