Loading Date... Gold 24K: ₹90,589 | Silver 1kg: ₹106,881 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

લાઠી ખાતે જન ચેતના અને જન સંવાદ કાર્યક્રમ નું આયોજન

લાઠી ખાતે જન ચેતના અને જન સંવાદ કાર્યક્રમ નું આયોજન
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

લાઠી ખાતે જન ચેતના અને જન સંવાદ કાર્યક્રમ નું આયોજન લાઠી તાલુકા આરોગ્ય કચેરી ખાતે જન ચેતના અને જન સંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

લાઠી ખાતે જન ચેતના અને જન સંવાદ કાર્યક્રમ નું આયોજન લાઠી તાલુકા આરોગ્ય કચેરી ખાતે જન ચેતના અને જન સંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા ના સભ્યો, લાઠી તાલુકા ના ગામો ના સરપંચ સહિત આરોગ્ય અને અન્ય  વિભાગો ના અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા. અનિલ ભાઈ નાઢા, જયેશભાઈ ઠાકર, બાબુભાઈ ધોળકિયા, ધર્મિષ્ઠાબેન લાઠીયા અને પદાધિકારીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરી હતી. તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર આર મકવાણા, ડો. મૂકેશ સિંગ, ડો. હરિવદન પરમાર, ડો. મિતલ શેલિયા, ડો. નિધિ આંબલિયા, બાલમુકુન્દ જાવિયા, નિમેશ મેશિયા, નયના બેન દ્વારા આરોગ્ય વિભાગ ના તમામ કાર્યક્રમો ની માહિતી આપી તેની સાંપ્રત સમય માં ઉપયોગિતા અને અનિવાર્યતા વિષયક ચર્ચા કરી હતી. આ કાર્યક્રમો ના સુચારૂ અમલીકરણ તેમજ વધુ માં વધુ લોકો તેનો લાભ લે રીતે સક્રિય જનભાગીદારી  અને વિભાગીય સંકલન દ્વારા તાલુકા માં વધુ સારી રીતે આરોગ્ય સેવાઓ પૂરી પાડી શકાય તે માટે અન્ય વિભાગ ના અધિકારી, કર્મચારી અને પદાધિકારીઓ સાથે સંવાદ નું સુચારૂ આયોજન તાલુકા આરોગ્ય કચેરી લાઠી દ્વારા થયેલ હતું.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)