Loading Date... Gold 24K: ₹90,460 | Silver 1kg: ₹106,729 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

વેરાવળ ભાલકા મંદિરે રવિવારે શરદ પુનમે સૌરાષ્ટ્ર ભરના ખેલૈયાઓ માટે ભવ્ય દાંડીયા તાલીરાસ યોજાશે

Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

વેરાવળ ભાલકા મંદિરે તા.૨૫/૧૦/૨૬ ના રવિવારે શ્રી કૃષ્ણ ભગવાન સાંનિધ્યમાં ભવ્ય રાસોત્સવ બાયબાય નવરાત્રી નું આયોજન કરાયેલ છે જેમાં નિ શુલ્ક પ્રવેશ ખેલૈયાઓ દર્શકો ભકતજનો સહીત સમગ્ર વિસ્તાર માટે રખાયેલ છે કૃષ્ણ ભગવાના સાંનિધ્યમાં રાસ લેવાનો કૃષ્ણ ભકતો માટે આ અનેરો મોકો છે.શ્રી સો...

વેરાવળ ભાલકા મંદિરે તા.૨૫/૧૦/૨૬ ના રવિવારે શ્રી કૃષ્ણ ભગવાન સાંનિધ્યમાં ભવ્ય રાસોત્સવ બાયબાય નવરાત્રી નું આયોજન કરાયેલ છે જેમાં નિ શુલ્ક પ્રવેશ ખેલૈયાઓ દર્શકો ભકતજનો સહીત સમગ્ર વિસ્તાર માટે રખાયેલ છે કૃષ્ણ ભગવાના સાંનિધ્યમાં રાસ લેવાનો કૃષ્ણ ભકતો માટે આ અનેરો મોકો છે.

શ્રી સોમનાથ ટ્રસ્ટ ના સંપુર્ણ સહયોગ થી ગીર સોમનાથ મીડીયા સેન્ટર ડી.કે.ગ્રુપ દીપક કકકડ દ્વારા આયોજીત તા.૨૫/૧૦/૨૬ સાંજે ૫ વાગ્યા થીભાલકા મંદિર ના વિશાળ પટાંગણમાં ભવ્ય રાસ મહોત્સવ નું આયોજન કરાયેલ છે કીર્તીબેન અખીયા, પંકજ ચૌહાણ ગ્રુપ દ્વારા રાસ માં રંગત જમાવશે સાથી વૃંદના તાલે દરેક વયજુથ ના ખેલૈયાઓને રમાડશે.

કૃષ્ણ ભગવાન સાંનિધ્યમાં સૌરાષ્ટ્રભર ના ખેલૈયાઓને દાંડીયા/તાલી રાસ કૃષ્ણ ભકિત તેમજ રાસ લેવા સૌરાષ્ટ્ર ભર ના ખેલૈયાઓ પરીવારો બાળકો સહીત મોટી વયજુથ ના પણ તમામ ભાઈઓ બહેનો રાસ લઈ શકશે કાઠીયાવાડી વેશભુષા તેમજ ભારતીય સંસ્કૃતિક ના વસ્ત્રો પરીધાન કરી આ રાસ મહોત્સવ માં ભાગ લઈ શકશે શરદપુનમ હોવાથી દુધ પૌઆ ની પ્રસાદી આપવામાં આવશે રાસ મહોત્સવ માં પ્રવેશ નિ શુલ્ક રાખવામાં આવેલ છે કોઈ નામ નોધાવવાની જરૂર નથી ભારતી સંસ્કૃતિમાં રાસ અને શ્રી કૃષ્ણ વળાયેલા છે કાઠીયાવડીના હૈયે કે સંસ્કારો માં રાસ રમાયેલા રહે છે શરદ રાસ મહોત્સવ નું ભગવાન નું શ્રી કૃષ્ણ ના સાંનિધ્ય માં રાસ લેવો તે કૃષ્ણ ભકતો માટે અનેરો અવસર છે.

શ્રી સોમનાથ ટ્રસ્ટ ના સૌજન્ય થી કાર્યક્રમ માં મીલનભાઈ જોષી, રામભાઈ સોલંકી,પ્રવિણભાઈ ચૌહાણ,વિપુલભાઈ રાજા જોડાયેલ છે તે મજ અનેક નો સાથ સહકાર મળી રહેલ છે.

 

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)