Loading Date... Gold 24K: ₹90,167 | Silver 1kg: ₹106,383 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શરદોત્સવની ઉજવણી અંતર્ગત બેઠક યોજાઈ

અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શરદોત્સવની ઉજવણી અંતર્ગત બેઠક યોજાઈ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

આજ તા.૨૨ ઓક્ટોબર ગુરૂવારનાં રોજ અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શરદ પૂર્ણિમાની ઉજવણી અંતર્ગત જિલ્લા ભાજપપરિવારની આયોજન બેઠક મળી હતી.અમરેલી ખાતે શરદ પૂનમની રાત્રે ભવ્ય રાસોત્સવનાં આયોજન હેતુ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આજ તા.૨૨ ઓક્ટોબર ગુરૂવારનાં રોજ અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શરદ પૂર્ણિમાની ઉજવણી અંતર્ગત જિલ્લા ભાજપ

પરિવારની આયોજન બેઠક મળી હતી.

અમરેલી ખાતે શરદ પૂનમની રાત્રે ભવ્ય રાસોત્સવનાં આયોજન હેતુ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં અમરેલીનાં લોકલાડીલા

ધારાસભ્ય અને રાજ્યનાં કર્મઠ મંત્રી કૌશિકભાઈ વેકરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, સાંસદ ભરતભાઈ સુતરિયા, પૂર્વ પ્રમુખ

શરદભાઈ લાખાણીએ ઉપસ્થિત અગ્રણી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું.

પાર્કિંગ, ખેલૈયાઓ માટે પાસ, ઇનામો, સ્ટેજ કાર્યક્રમ, દર્શકો માટે ગરબા જોવાની યોગ્ય વ્યવસ્થા, ચા-પાણી, નાસ્તો સહિતની

વ્યવસ્થા માટે ઝીણવટ પૂર્વકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા ભાજપ પરિવારનાં સૌ કાર્યકર્તાઓ તેમજ વિવિધ જ્ઞાતિ-સમાજો, સામાજિક-સેવાકીય સંસ્થાઓ, વેપારી મંડળો, ડોક્ટર

એસોસિએશન, વકીલ મંડળ, કોલેજીયન યુવાનોને શરદોત્સવમાં પરિવાર સાથે પધારવા નિમંત્રણ આપવાની જવાબદારી સોંપવામાં આવી

હતી.

આગામી તા. 25 ઓક્ટોબર 2026 રવિવારના રોજ રાત્રે 9:00 કલાકે લાભમ પાર્ટી પ્લોટ, કેરીયા રોડ, અમરેલી ખાતે યોજાનારા આ

"શરદોત્સવ" નાં સુચારું આયોજનની બેઠકનું સંચાલન જિલ્લા મહામંત્રી મયુરભાઈ માંજરિયાએ કર્યુ હતું. આ બેઠકમાં જીલ્લા ભાજપ ઉપપ્રમુખ

ધર્મેન્દ્રગીરી ગોસ્વામી, મંત્રી રંજનબેન ડાભી, ક્રિષ્નાબેન મકવાણા, મીડિયા ઈન્ચાર્જ વિપુલ ભટ્ટી, પ્રભારી દિવ્યેશ વેકરિયા, સંજય રામાણી,

યુવા મોરચાના પ્રમુખ ચેતન ધાનાણી, અનુસૂચિત મોરચાના પ્રમુખ મુકેશ બગડા, મહિલા મોરચાના નીકુ પંડ્યા, યુવા મોરચાના છાયા

ગેડિયા, અમરેલી વિધાનસભા વિસ્તારનાં જિલ્લા પંચાયતનાં સદસ્ય આશિષ અકબરી,‌ કમલેશ ચૌહાણ, અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ મધુ

હરખાણી, મહામંત્રી હિરેન સોજીત્રા, શહેર ભાજપ પ્રમુખ વિજય ચોટલિયા, મહામંત્રીઓ યોગેશ ગણાત્રા, રાકેશ સાવલિયા, નગરપાલિકાનાં

કારોબારી ચેરમેન મૌલિક ઉપાધ્યાય, ઉપપ્રમુખ વિરલ પોપટ, સદસ્ય હરી કાબરિયા, સંદીપ માંગરોળિયા, કુકાવાવ તાલુકા ભાજપનાં

મહામંત્રીઓ મનસુખભાઈ બરવાળિયા, શૈલેષ ઠુંમર, પંચાયતના નિકુલ માંડણકા, મનસુખલાલ ગાંગડિયા, સંજય વાળા, યોગેશ પાનસુરિયા,

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં સદસ્ય મનીષ સિધ્ધપુરા, નાથુભાઈ ધાધલ, આનંદ મહેતા, મૂકેશ તેરૈયા, કમલેશ સોલંકી, મહેન્દ્ર ચાવડા

સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં તેમ જીલ્લા ભાજપની અખબારી યાદીમાં જણાવેલ છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)